________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ જ સ્ત્રી એટલે સંયમ
સ્ત્રીના જીવનમાં સંયમનું તત્ત્વ હોવું જોઈએ. સંયમ કિનારાને જીવનની આસપાસ રાખવાનો છે. એકવાર સરિતા એ કિનારાને કહ્યું : “તમે તૂટી જાવ, કારણ કે અમને હરવું ફરવું બરાબર ફાવતું નથી.”
ત્યારે કિનારાએ કહ્યું : “જે અમે તૂટી જઈશું, તે તમારે સરિતાને રણમાં ફેરવાઈ જવું પડશે, અને મહાસાગરને મેળવી શકશે નહીં.” તેમ આપણા જીવનની આસપાસ સંયમ રૂપી કિનારે નહીં હોય, તે જીવન ગમે ત્યાં વેડફાઈ જશે ને નાશ પામશે.
દિવાળીના દિવસોમાં વદિ તેરસે લક્ષ્મીપૂજન થાય છે, વદિ ચૌદસે કાળી માતાની ઉપાસના અને અમાસે શારદા પૂજન એટલે સરસ્વતીની પૂજા થાય છે. આમ સ્ત્રીમાં ધન દેવાની, શકિત દેવાની અને વિદ્યા દેવાની શકિત છે.
પડતાને બચાવે અને ખરાબ રસ્તે જતાને સારે માર્ગે દોરે તે પત્ની.
૧૧
For Private And Personal Use Only