________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પિસા માટે જિંદગી વેચવાની નથી. તરસ છીપાવવા માટે પાણીની જરૂર છે. પણ આ દિવસ પાણી પીવાથી નુકસાન થાય છે.
કરવાનું જ છે—એ આજ્ઞા થઈ અને કરવા જેવું છે—એ ઉપદેશ થશે.
કામ કરતાં અર્થ અને અર્થ કરતાં સત્તા, સત્તા કરતાં પ્રસિદ્ધિની પકકડ જગતમાં સૌથી વધારે છે. સત્તામાં બધું જ ભૂલાઈ જાય છે, ધર્મ તે અંતરમાંથી સરી જાય છે.
સંસાર રોગ છે, ધર્મ આરોગ્ય છે, ધર્મ ઔષધ છે. સંસાર-પ્રવૃત્તિ કુપથ્ય છે, ધર્મ-પ્રવૃત્તિ પથ્ય છે.
અલંકારે અને વસ્ત્રો પુદ્ગલને ભાવે છે, પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર આત્માને શોભાવે છે.
નારકી યાતનામાં, દેવે ભેગમાં, તિય ચે અજ્ઞાનમાં પડેલા છે, માટે મનુષ્યોએ લીધેલી વિરતિને દેવે પણ પ્રણામ કરે છે. મનુષ્ય ભવમાં સર્વ—વિરતિ, દેશ-વિરતિ દુર્લભમાં દુર્લભ છે, માટે જેટલે સંસારમાં ત્યાગ થાય,
૧૮૨
For Private And Personal Use Only