________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ પરમ તીર્થ વિશુદ્ધ મન જ માનવીનું પરમ તીર્થ છે. તે તરે છે, અને તારી શકે છે. માનવીના સ્વપ્નની દુનિયા ઘણી મોટી હોય છે. ભૂતકાળને વખાણવાની, વર્તમાનને વડવાની ને ભાવિની લાંબી આશાઓ સેવવાની આ બધી આપણી ટેવ પડી ગઈ છે. વર્તમાનને સુધારવાથી ભાવિ સુંદર બને છે. જગતની ફિકર આપણે બહુ નથી કરવાની જગત આજે લોકોની વાહ વાહ ઉપર જીવે છે. તમને તમારી જાત વગર કઈ જ નહીં ઓળખી શકે તો તેને ઓળખી જીવનને પુષ્પ જેવું સુવાસિત બનાવો.
૧૩ પ્રભુનું રૂદન ભગવાને છ મહિના સંગમના ઉપસર્ગો સહન કર્યા અને છેવટે સંગમ થાકી ગચો. અને પ્રભુની માફી માગી. ત્યારે પ્રભુની આંખમાંથી અશ્રની ધારા વહેવા લાગી. પ્રભુ રડ્યા તે શા માટે? પિતાને દુઃખ પડ્યું તે માટે? ના. પણ તેમને દુઃખ એટલા માટે થયું કે આ સંગમને મારે છ માસને સંપર્ક રહ્યો છતાં બિચારો કાંઈ પામી શક્યો નહીં ! તેનું શું થશે ?”
For Private And Personal Use Only