________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ ૪ દિવ્યતા
એક સાધુની એક શ્રાવક અત્યંત ભક્તિ કરતો હતો. સાધુ સમતામાં લીન હતા. એકવાર ધ્યાનમગ્ન હતા, ત્યારે ભેંસને નવડાવતાં પાછું સાધુ પર પડ્યું –ધ્યાનપૂર્ણ થતાં સાધુએ ભરવાડને ઉધડે લીધે. તેથી શ્રાવક ત્યાંથી ચાલ્યા ગયે.
પછી ક્રોધ સમતાં, સમતા આવતાં સાધુએ ભરવાડની માફી માગી. પછી તે શ્રાવક પાછો આવ્યો અને સાધુની ભક્તિ કરવા લાગ્યો.
તો સાધુએ આનું કારણ પૂછયું. ત્યારે શ્રાવકે કહ્યું : તમે કોધ કર્યો, ત્યારે તમારી પાસેથી પરમાત્મા ચાલ્યા ગયા હતા, શુભ પરમાણુઓ-પ્રેમ, મૈત્રી, ક્ષમા, સમતા ચાલ્યાં ગયાં હતાં–દિવ્યતા ચાલી ગઈ હતી, પરંતુ તે આવતાં હું આવ્યો.”
જેવો સંગ કરશો, તેવો રંગ પ્રાપ્ત કરશે. ગટરનું પાણી ગંગામાં ભળીને સ્વચ્છ બની જાય છે. સજજન દુર્જનને સજજન બનાવે છે. પરંતુ ખૂદ ગંગાજી સાગરમાં જઈ મળે છે, ત્યારે તેમનું પાણું ખારું થઈ જાય છે.
૧૦૩
For Private And Personal Use Only