________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
www.kobatirth.org
જીવન વિકાસનાં વીસ સોપાન
जे य कन्ते पिये भोओ लद्वेवि पिट्ठिकुब्बइ साहीणे चअइ भोओ से हु चायिति वुच्चइ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दशवैकालिक.
જે પ્રાપ્ત મનોહર અને પ્રિય વસ્તુઓ પ્રત્યે પીઠ બતાવે છે અર્થાત્ પ્રાપ્ત ભોગોનો પણ જે ત્યાગ કરે છે તે સાચો ત્યાગી છે.
કોઈ વ્યક્તિ પોતાની છાયા પકડવા તેની પાછળ દોડે છે. પણ છાયા તેના હાથમાં પકડાતી નથી. તે દોડીને હાંફવા લાગ્યો છે, તે સમયે એક પથિકે તેને એક ઉપાય બતાવ્યો કે તું છાયા પ્રત્યે પીઠ કરીને દોડ તો છાયા તારા પ્રત્યે દોડતી આવશે. તે સૂર્ય પ્રત્યે મુખ રાખીને દોડવા લાગ્યો. અર્થાત્ તેણે દિશા બદલી, છાયા તેની પાછળ આવવા લાગી.
વૃક્ષ પર બેઠેલાં કાચાં ફળને તોડવા પડે છે. પરંતુ પાકાં ફળ સ્વયં વૃક્ષનો ત્યાગ કરે છે. તે ફળ પણ સ્વાદિષ્ટ હોય છે. વિચારોમાં પણ જ્યારે સમજણની પરિપક્વતા આવે છે, દૃઢતા, નિર્મળતા અને ઉચ્ચતા આવે છે ત્યારે સંસારનો ત્યાગ સહજ બને છે. અને ત્યાગીને પોતાના ત્યાગનો આનંદ આવે છે.
એક યોગીની પાસે પારસમણિ હતો. તેના વિષયમાં પરંપરાગત એવી પ્રસિદ્ધિ છે કે તના સંપર્કથી લોઢું સોનું બની જાય છે. કોઈ નિર્ધન વ્યક્તિ તે યોગીની પ્રેમપૂર્વક સેવા કરતો હતો. યોગીએ સંતુષ્ટ થઈ તેને કંઈ માંગવા કહ્યું. તેણે પારસમણિ માંગ્યો. યોગીએ તે આપ્યો.
તે ગરીબ, પારસમણિ લઈને પોતાને ઘેર પહોંચ્યો. તેણે કુટુંબીઓને પ્રભાવિત કરવા પેલો પત્થર લોઢાની કોઠીમાં મૂકી પ્રયોગ કર્યો, સાંજ પડી પણ લોઢાની કોઠીમાં કંઈ પરિવર્તન ન થયું. તે કુટુંબીઓને પોતાની ઉપલબ્ધિની વાત કરતો, રહ્યો અને કોઠી સોનારૂપ થઈ નહિ એટલે સૌ તેની હાંસી કરવા લાગ્યા. આથી પોતે ઘણો દુ:ખી થયો. પોતાની સેવા વ્યર્થ ગઈ. યોગીએ તેને પારસને નામે ભળતો પત્થર આપ્યો છે તેમ તે વિચારવા લાગ્યો.
બીજે દિવસે યોગી જ્યાં સમાધિસ્થ હતા ત્યાં તે પહોંચ્યો. સમાધિમાંથી જાગૃત થતાં યોગીએ પોતાના ભક્તને આંખમાં આંસુ સારતો બેઠેલો જોઈને પૂછ્યું ભાઈ ! હવે તને શું દુઃખ છે ? શું પારસમણિ મળવા છતાં પણ તારું દુઃખ દૂર ન થયું ?
For Private And Personal Use Only