________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
ત્યાગ
ફળાશાનો ત્યાગ જ નિરપેક્ષ હોય છે. મનઃશુદ્ધિ માટે ત્યાગની અનિવાર્યતા જણાવી છે.
જ્યાં સુધી ત્યાગ નિરપેક્ષ નથી હોતો ત્યાં સુધી સાધુની ચિત્તશુદ્ધિ થતી નથી, જ્યાં સુધી ચિત્તશુદ્ધિ થતી નથી ત્યાં સુધી વિષયકષાયથી મુક્તિ મળતી નથી, અને તેથી કર્મક્ષય પણ થતો નથી. અર્થાતુ ત્યાગનો સીધો સંબંધ કર્મક્ષય સાથે છે.
त्याग एव हि सर्वेषाम् मुक्ति साधनमुत्तमम् ॥ ત્યાગ જ સર્વાધિક મુક્તિનું સાધન છે.
ત્યાગના બે પ્રકાર છે. ૧. બાહ્ય ત્યાગ, ૨. અત્યંતર ત્યાગ. ધન, પરિવાર, વસ્ત્ર, પાત્ર, ખેતર, આદિનો ત્યાગ બાહ્ય છે. અને વિષય કષાયના રાગજિભાવોનો ત્યાગ અત્યંતર ત્યાગ છે. બંને ત્યાગ અન્યોન્ય પૂરક છે અને તેમને સ્થાને મહાન છે. છતાં પણ બાહ્યત્યાગ પ્રથમ થાય છે, ત્યાર પછી અભ્યતર ત્યાગ આવે છે. બાહ્ય ત્યાગનું લક્ષ્ય અભ્યતર ત્યાગ હોવું જોઈએ. જો અત્યંતર ત્યાગ પરિણમન પામે નહિ તો બાહ્ય ત્યાગનું કોઈ મૂલ્ય નથી. વિષય કષાય કે રાગાદિ ગ્રંથિઓ ન છૂટે તો ત્યાગ વ્યર્થ જાય છે.
શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછ્યો “આટલો ત્યાગ કરવા છતાં ચિત્ત શાંતિ કેમ થતી નથી, ?
ગુરુજી – “હે શિષ્ય, વિચાર કર, ચિત્તમાં કંઈ ફળની લાલસા છુપાઈ તો નથી ને ? ફળના લોભથી, નરકાદિ દુ:ખના ભયથી, અથવા ક્રોધવશ જે વ્યક્તિ કોઈ વસ્તુનો ત્યાગ કરે તો તે સાચો ત્યાગ નથી આવેગ છે. તે રીતે જે વસ્તુનો અભાવ છે કે જેની પ્રાપ્તિ અસંભવ છે, તેનો ત્યાગ મનાવવાવાળી વ્યક્તિ ત્યાગી નથી. જો કોઈ દરિદ્રી કહે હું સોનાની થાળીમાં પાંચ પક્વાન જમવાનો ત્યાગ કરું છું તો તે ત્યાગી નથી. ભગવાન મહવીરે કહ્યું છે કે :
वत्थं गन्धमलंकारम् इत्थीओ सयणाणि आ अच्छंदा जेन भुजंति नसे चाइति वुच्चइ
दशवैकालिक વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, અને શવ્યા જેવી વસ્તુઓના અભાવમાં જે ભોગવતો નથી તે ત્યાગી નથી.
For Private And Personal Use Only