________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છલ
૮૩ જાતે બેંકમાં જઈને રકમ રોકડ કરાવીને તમને હાથો હાથ આપી જઉં છું.
ત્યાં સુધી મારો પટાવાળો અહીં બેસી રહેશે. આ તો સરકારી કામ છે તમે નિશ્ચિત રહેજો.
આમ કહીને ઓફિસર ગયા અને પટાવાળો ત્યાં બેઠો. વ્યાપારી તો રાહ જોતો જ રહ્યો. અગિયાર, બાર, એક. વ્યાપારી બિચારો વારંવાર સડક ભણી જોયા જ કરે પરંતુ વ્યર્થ. ભોજનનો સમય થવા છતાં તે ભૂખ્યો બેસી રહ્યો. જો તે ઘેર જાય અને ઓફિસર આવીને પાછો જાય તો, પછી તેને ક્યાં શોધવો? ભોજન સાંજે કરશું તો વાંધો નહિ.
ઓફિસરની પ્રતીક્ષા કરતાં બે, ત્રણ વાગી ગયા. ઘડિયાળના કાંટા તો ફરતા જ રહ્યા. હવે વ્યાપારી વ્યાકુળ થઈ ગયો અઢી વાગે તો બેંકની લેવડ દેવડ બંધ થઈ જાય છે. અને ત્રણ વાગવા છતાં ઓફિસર તો દેખાયો જ
નહિ.
દુકાનદારે પટાવાળાને પૂછ્યું, “તમારા ઓફિસર ક્યાં ગયા? તે ક્યાં રહે છે? તેમનો ફોન નંબર ખબર છે ?'
પટાવાળો – “શેઠજી, મને તેમના વિશે કંઈ જ ખબર નથી.' શેઠજી – કેમ તને ખબર નથી ? તું તો તેમનો પટાવાળો છે.'
પટાવાળો - “શેઠજી હું તો નોકરીની શોધમાં ફરતો હતો, જીપ વાળા સાહેબે મને રસ્તામાંથી જીપમાં બેસાડ્યો કે ચાલ તને નોકરી આપવું છું. એમ કહી મને આ પહેરવેશ આપીને કહ્યું કે હવે આજથી તું મારો પટાવાળો છું. હું તો નોકરી મળવાથી ખુશ થયો, તરત જ પટાવાળાનો પહેરવેશ પહેરી જીપમાં બેસી ગયો. અને પ્રથમ જ તમારી દુકાન પર આવ્યા જેમ તમે તેમની પ્રતીક્ષા કરો છો તેમ હું તેની પ્રતીક્ષા કરું છું.
દુકાનદાર કપાળે હાથ પછાડીને આક્રંદ કરી ઊઠ્યો “હાય મારા પચાસ હજાર રૂપિયા ગયા.'
પટાવાળાએ તેમાં પોતાનો સ્વર પૂર્યો “હાય મારી નોકરી ગઈ.'
આ હકીકત કોઈ કલ્પના નથી. તે વ્યાપારી પાંચ હજારનું કમિશન “આપીને હજરોનો લાભ ઉઠાવવા માંગતો હતો. તેને બદલે પ્રપંચને કારણે તેને ઘણું નુકસાન ભોગવવું પડ્યું.
- ઉદાહરણ – એક કારીગર હતો, રાજ તરફથી તેને વેતન મળતું હતું. નગરશેઠો માટે તેને મોટાં મોટાં મકાનો બાંધવાનો ઇજારો મળ્યો હતો. તેમાંથી મળતી આવકનો ચોથો ભાગ તેને રાજાની તિજોરીમાં આપવાનો થતો. અને તેને ત્રણભાગ મળી જતા. જ્યારે કંઈ કામ ન હોય ત્યારે તેનું વેતન ચાલુ રહેતું તેથી તેના પરિવારનો નિર્વાહ સારી રીતે થતો હતો.
For Private And Personal Use Only