________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છલ
શ્રોતાઓમાંથી અડધા લોકો તરફથી એકે કહ્યું “ અમે જાણીએ છીએ' શેષ લોકો તરફથી એકે કહ્યું “ના અમે જાણતા નથી'
ગુરુજીએ કહ્યું - તમારામાંથી અડધા લોકો ઈશ્વરને વિશે જાણે છે અને બાકીના લોકો જાણતા નથી. આથી મારું કામ સમાપ્ત થયું માનો. કારણ કે હવે મારે બોલવાની જરૂર નથી. તમે સૌ અરસ પર ઈશ્વર વિશે સમજાવી દેજો.
ગુરુઓના આવા સંકેતને કોણ સમજી શકે?
જ્ઞાની ગુરુ ઉપદેશનો સંક્ષેપ કરતા નથી પણ તેઓ જ્યારે સાધક ને તે પ્રમાણે કરતા જોતા નથી ત્યારે ઉપદેશનો સંક્ષેપ કરે છે. વળી સાધકે પણ ગુરુ કે જેની પાસે ધર્મ પામવો છે તે ગુરુપદ યોગ્ય આચારવાળા છે તે સમજી લેવું, નિસ્પૃહ કેવળ સ્વ-પર કલ્યાણકારક ભાવના વાળા ગુરુ પાસેથી ધર્મ પામવો.
૧૨. છલ સરલ સ્વભાવી ભવ્યજનો!
ભક્તિ આરાધના કે પૂજા નિઃસ્વાર્થ હોવી જોઈએ. ભૌતિક વૈભવનો જેણે ત્યાગ કર્યો તેની પાસે તે વૈભવની યાચના કરવાનો શો અર્થ છે ? વૈભવની પ્રાપ્તિ તે પુણ્યનું ફળ છે. જો તમે પૂર્વભવમાં પુણ્યની રાશિ એકઠી કરી હશે તો આ ભવમાં તમને વૈભવની પ્રાપ્તિ થશે. અને ભાવિ જન્મમાં તેની પ્રાપ્તિની ઈચ્છા હોય તેણે આ ભવમાં પુણ્ય ઉપાર્જન કરવું યોગ્ય છે. પરંતુ જ્યાં તમે વીતરાગની ભક્તિ કે આરાધના કરો ત્યાં તમારે ભૌતિક વૈભવની યાચના કરવી ઉચિત નથી. પ્રાર્થના (યાચના) વૈદિકધર્મનો ખાસ શબ્દ છે. જૈનધર્મમાં ભગવાનના ગુણગાન, ગુણવર્ણન, મહિમા રૂપે સ્તુતિ કરવાની પ્રથા છે. પ્રાર્થના નહિ.
ભગવાનની સ્તુતિ, ગુણ - પ્રશંસા કરવાથી આપણને તેવા ગુણો પ્રાપ્ત કરવાની પ્રેરણા થાય છે તે સ્તુતિની ફળશ્રુતિ છે. પરંપરાગત મુખથી સ્તુતિ કરે છે પણ અંતરમાં પ્રાર્થના બીજી કરે છે. મુખથી બોલે છે કે :
શાંતિનાથની શાંતિ વો' અને મનમાં બોલે છે કે :
'तिल कपास गुड महंगा करो' આવી સ્તુતિ - પ્રાર્થનાને છલ – કપટ કહેવાય છે. ભગવાનને તો તું શું ખતરામાં નાંખવાનો છું? પણ ભાઈ, તેમાં તે પોતે જ ખતરામાં પડે છે. આત્મવંચના કે કુટિલતાથી કંઈ લાભ નથી.
For Private And Personal Use Only