________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન વિકાસનાં વીસ સોપાન જેમ તૂટવો ન જ જોઈએ. મને ખાતરી છે કે રેલવે મંત્રી આ વાત પર લક્ષ્ય આપીને આખા દેશમાં આ વ્યવસ્થા અવશ્ય કરશે. કદાચ તેમાં એક બે વર્ષ નીકળી જાય. પણ તમને એક વિનંતી કરું કે આ વાત છાપામાં પ્રસિદ્ધ ન થાય. કારણ કે આ વાત તેઓ એવી ચમકાવશે કે જનતામાં અમારી છબી ઝાંખી થશે અને પાંચ વર્ષ પછી મતદાનમાં અમને તેઓ ફેંકી દેશે.
શિક્ષણમંત્રીનું લાબું ભાષણ સાંભળી નિરીક્ષક પોતે સીધા પોતાને ઘેર જઈ આરામથી સૂઈ ગયા. આધુનિક શિક્ષણતંત્ર ઉપર આ એક ગંભીર લંગ છે. જેને પોતાને સાચું જ્ઞાન નથી તેને શિક્ષક કે ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી. તેમનો હિસ્સો ખરેખર ગુરુ મહિમા ઘટવામાં જાય છે.
જે સાચા જ્ઞાની અને ગંભીર ગુરુ છે તેઓ પોતાની વાત અતિ સંક્ષેપમાં સમજાવે છે શક્ય ત્યાં સુધી વિસ્તાર અને પ્રવચનથી બચવાનો પ્રયાસ કરે છે. એવા એક શાની ગુરુને ભક્તોએ ભાવપૂર્વક આગ્રહ કર્યો કે
ગુરુદેવ આપ ઉપદેશ આપીને અમને કૃતાર્થ કરો'' ગુરુએ પૂછ્યું કે “તમે ઈશ્વર વિશે કંઈ જાણો છો?” શ્રોતાઓમાંથી એક વ્યક્તિએ કહ્યું – “ગુરુદેવ અમે કંઈ જાણતા નથી' ગુરુદેવ - તમે ઈશ્વર વિશે કંઈ જ જાણતા નથી તો પછી હું તમારી સમક્ષ શું ઉપદેશ આપું ? જ્યાં વૃક્ષના મૂળની સંભાવના નથી ત્યાં શાખાઓની આશા કેવી રીતે રાખવી? બીજને અંકુર ફૂટે છે. હું બીજ વગર વૃક્ષની આશા કેવી રીતે રાખું?
ગુરુદેવની વાત સાંભળી શ્રોતાગણ વિદાય થયા પણ તેમની પ્રવચન શ્રવણની ઇચ્છા પ્રબળ હતી. બીજા દિવસે તેઓ ગુરુજીના દર્શનાર્થે ગયા અને મૌન રહી તેમની આજુબાજુ બેસી ગયા. પ્રવચન માટે પુનઃ વિનંતી કરી. ગુરુજીએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો “તમે ઈશ્વર વિશે કંઈ જાણો છો?
શ્રોતા ગઈકાલનો અનુભવ ભૂલ્યા ન હતા. તેમણે ઉત્તર બદલી નાંખ્યો. એક શ્રોતા પ્રતિનિધિએ કહ્યું “જી હા, અમે ઈશ્વર વિશે જાણીએ છીએ.
ગુરુ - જો તમે ઈશ્વર વિશે જાણો છો તો પછી મારી પાસે શું સાંભળવા માંગો છો ? જે વિષયમાં તમે જાણો છો તેના વિશે મારે શું બોલવું? લોટને ફરી દળવાથી શું ફાયદો મળે ?
શ્રોતાઓ નિરાશ થઈ વિદાય થયા. ત્રીજે દિવસે પુનઃ તેઓ દર્શનાર્થે આવ્યા. તેમને કોઈપણ પ્રકારે ગુરુજીનું પ્રવચન શ્રવણ કરવું હતું. તેથી નવો ઉત્તર તૈયાર કરીને આવ્યા હતા. આજે શ્રોતાઓએ અત્યંત આગ્રહ કર્યો ત્યારે મહાત્માએ એ જ પ્રશ્નને દુહરાવ્યો કે “તમે ઈશ્વર વિશે કંઈ પણ જાણો છો ?
For Private And Personal Use Only