________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્તવ્ય
છ
પરંતુ ક્રોધને જિહ્વા દ્વારા પ્રગટ થવા ન દો. સમજી વિચારીને એવી વાણી બોલો કે જે સાંભળવામાં મધુર અને હિતકારી હોય.
जैसी बानी बोलिये, मनका आपा खोय,
औरन को शीतल करे, आप हु शीतल होय.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપા = અહંકાર. મનમાંથી અહંકાર દૂર કરીને એવી વાણી ઉચ્ચારો કે જેનાથી અન્ય જીવોને શાંતિ મળે અને તમને પોતાને પણ શાંતિ મળે.
જીવનના દરેક કાર્યમાં કુશળતા જોઈએ તે રીતે વાણી બોલવામાં કુશળતા જોઈએ. યુદ્ધના મેદાનમાં જેવી સાવધાની જોઈએ તેટલી સાવધાની જીવનના હરેક ક્ષેત્રમાં રાખવી પડે છે. મહાત્મા ટોલસ્ટોયનું કથન છે કે: ‘‘માનવજીવન એક યુદ્ધક્ષેત્ર છે.''
અંગ્રેજોનો સમય હતો એક અધિકારીનો ઘોડો ખોવાઈ ગયો. તેનો સિપાઈ ઘોડો શોધવા બજારમાં ફરતો હતો. એક દુકાનદારને તેણે પૂછ્યું કે ‘તમે અહીંથી કોઈ ઘોડાને જતા જોયો છે ?'' દુકાનદારે સહાનુભૂતિપૂર્વક યથાર્થ જવાબ આપ્યો - ‘હા, હમણાં થોડીવાર પહેલાં એક ઘોડો અહીંથી ગયો હતો.’’
સિપાઈ – ‘તો હવે તમે મારી સાથે ચાલો અને બતાવો કે ઘોડો પછી અહીંથી કઈ બાજુ ગયો અને આગળ ક્યાં ગયો ?''
દુકાનદાર દુકાનમાં એકલો હતો તે દુકાન છોડીને કેવી રીતે જાય ? તેણે પોતાની મુશ્કેલી જણાવી પણ એ જમાનામાં સિપાઈઓ પોતાને અંગ્રેજ અધિકારીથી ઉતરતા માનતા ન હતા. તેમની સંખ્યા ચાર હતી. અને હાથમાં ડંડો હતો, તેથી તેણે કડકાઈથી કહ્યું કે ‘તમારે મારી સાથે આવવું જ પડશે. નહિ તો આ દંડાથી તમારા શરીરના હાડકાં પાસળાં ખોખરાં થઈ જશે.’’
દુકાનદારે વિચાર કર્યો કે મારી ભલાઈનું આ લોકોને કંઈ જ મૂલ્ય નથી, તેમને અન્યની સગવડ અગવડનો કંઈ વિચાર નથી, તેમને કેવળ તેમનો સ્વાર્થ જ વહાલો છે. પણ મારે સમજદારી પૂર્વક કામ લેવું પડશે. તેથી તે તેમની સાથે જવા તૈયાર થયો.
-
દુકાનદાર - તમે જે ઘોડો શોધો છો તે સફેદ હતો ?
સિપાઈ - હા. હા. સફેદ હતો.
દુકાનદાર – તેના માથા પર બે શિંગડાં હતાં ?
સિપાઈ – અરે મૂર્ખ ? ઘોડાને માથે શિંગડાં હોતા નથી તેં જરૂર કોઈ બળદ જોયો લાગે છે ?
For Private And Personal Use Only