________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
જીવન વિકાસનાં વિસ સોપાન કરવામાં લઘુતા લાગે છે. અને આત્મહત્યા કરવામાં મહાપાપ છે. તેથી તે પ્રાણો ! તમે સ્વયં વિદાય લો, વિલંબ કરવાથી શું લાભ થવાનો છે?
આવા વ્યથિત ઉદ્ગાર સાંભળીને પેલો યાચક પોતે ચાલી ગયો. તેને જતો જોઈને મહાકવિ બોલી ઊઠયા :
व्रजत व्रजत प्राणों अर्थिनि व्यर्थतां गते । पश्चादपि हि गन्तव्यम्
कव सार्थः पुनरीदशाः ? વાચકને નિરાશ થઈને પાછા જવું પડે છે તો તે પ્રાણો ! તમે પણ વિદાય લો. પછી પણ જવું જ છે તો પછી આજના જેવો સાથ પુનઃ ક્યારે મળશે ? (આયુષ્ય પૂર્ણ થયે તો જવાનું છે)
આશ્ચર્ય ! અને ખરેખર અંતિમ શ્લોક પૂર્ણ થતાંની સાથે કવિનો અંતિમ શ્વાસ છૂટી ગયો. દાનની ઉદારતાનું આવું અનુપમેય દૃષ્ટાંત વિશ્વમાં શોધવા જતાં મળશે નહિ. આવી ઉદારતાનો સતાંશ પણ જે જીવનમાં ચરિતાર્થ થાય તો જીવન આનંદની સુવાસથી મહેંકી ઊઠે તે નિશ્ચિત છે.
૧૦. કર્તવ્ય કર્તવ્ય પ્રેમીઓ!
માનવજીવનમાં જેટલા સદ્ગુણો છે તે સર્વ કર્તવ્યપાલન માટે છે.
એ મધુરતાનો જે અનુભવ કરે છે તે સદા કર્તવ્ય પરાયણ હોય છે. કર્તવ્ય તથા પ્રેમ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે ત્યારે તે કર્તવ્યને અગ્રિમતા આપે છે. કર્તવ્યપાલન માટે તે પ્રેમનું બલિદાન આપે છે. વળી તે ફળાકાંક્ષી હોતો નથી. તેને કર્તવ્ય પાલનમાં આનંદની અનુભૂતિ થાય છે.
આપણે જે પ્રકૃતિ પ્રત્યે દૃષ્ટિપાત કરીશું તો આપણને ખ્યાલ આવશે કે દરેક પદાર્થો પોતાના કર્તવ્યનું નિયમથી પાલન કરે છે. પૃથ્વી સર્વ પદાર્થોને ધારણ કરી રહી છે. જળ સર્વની તૃષા છિપાવે છે. અગ્નિ ભોજન પકાવે છે. હવા શ્વાસોચ્છવાસ દ્વારા પ્રાણીઓને જીવંત રાખે છે. વૃક્ષ, ફળ, ફૂલ, છાયા તથા સુગંધ આપે છે. ચંદ્ર રાત્રે પ્રકાશ રેલાવે છે અને સૂર્ય દિવસે સર્વત્ર પ્રકાશ આપી સર્વ પ્રાણીઓને સક્રિય કરે છે. તો પછી મનુષ્ય શું હાથ જોડીને બેસી રહેશે? તેણે પણ પોતાનું કર્તવ્યપાલન કરવું જોઈએ. જે આપણે સત્યનિષ્ઠાથી પોતાનું કર્તવ્યપાલન કરીશું તો નિશ્ચય આપણું ભાવિ ઉજ્વળ બનશે.
For Private And Personal Use Only