________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદારતા
૩
ધર્મમાં સહયોગી રહે છે. દાન મારો ધર્મ છે. તેમાં સંપૂર્ણ સહયોગ આપીને તેં સહધર્મચારિણીનું કર્તવ્ય નિભાવ્યું છે. આપણે ઘણા દિવસથી ભૂખ્યાં છીએ. એક દિવસ વધારે થશે તો તેમાં કંઈ માથે પહાડ તૂટી પડવાનો નથી. દરિદ્રતારૂપી અગ્નિને બૂઝવવા માટે આપણી પાસે સંતોષરૂષી જળ છે, તે વાસ્તવિક ધન છે. તારી ઉદારતાથી હું ઘણો પ્રસન્ન થયો છું. છતાં એક દુઃખ જરૂર છે.
ગરીબીની આગનું દુ:ખ તો સંતોષજળથી શાંત થઈ ગયું પરંતુ દ્વાર પર આવેલા યાચકોની આશા પૂર્ણ કરી નહિ શકાય તેનું દુઃખ કેવી રીતે શાંત કરવું ? આવી વ્યથામાં તે મહાન દંપત્તીએ દિવસ પૂરો કર્યો.
બીજે દિવસે રાજા ભોજ બગીચામાં આવ્યા. તે સમયે કવિ ‘શિશુપાલવધમ્’ શીર્ષકનું એક મહાન કાવ્ય રચી રહ્યા હતા. કવિએ તેમાંના કેટલાક અધ્યાય રાજા ભોજને સંભળાવ્યા. મહારાજ અત્યંત પ્રસન્ન થયા. તેમણે શીઘ્રતાથી મહાવિ માટે એક સુંદર ભવન બગીચામાં બનાવી આપ્યું અને નિવેદન કર્યું કે આપ હવે નિશ્ચિંતતાપૂર્વક મહાકાવ્ય પૂર્ણ કરો. આ એક જ કાવ્યથી આપની પ્રશંસાને દુનિયામાં પ્રસિદ્ધિ મળશે. તમારો યશ અમર રહેશે. સંસ્કૃત કવિઓમાં આપનું સ્થાન મોખરે રહેશે. સંસ્કૃત કવિઓમાં પ્રસિદ્ધિ મળશે. તમારો યશ અમર રહેશે. કવિનું સન્માન કરી મહારાજા વિદાય થયા.
થોડા દિવસ શાંતિથી પસાર થયા પછી એક દિવસ કવિએ પત્નીને કહ્યું કે ભૂખથી પીડિત કોઈ યાચક દૂરથી આપણા ભવનની તપાસ કરીને આવી રહ્યો છે. તેને ભિક્ષા આપવા માટે આપણી પાસે કંઈ પદાર્થ છે ?
લક્ષ્મીદેવીએ અશ્રુભીની આંખોથી પ્રત્યુત્તર વાળ્યો કે ‘નથી', એવો શબ્દ ક્યારે મુખમાંથી નીકળ્યો નથી, ઉદારતાવશ વાણીમાં તો ‘હા' છે પણ ચંચળ અને વ્યથિત ચક્ષુ ‘નથી’ કહી રહ્યાં છે. પત્નીની આ ચેષ્ટા જોઈને કવિએ ‘કહ્યું કે:
अर्या न सन्ति न च मुञ्चति मां दुराशा त्यागान्न संकुचित दुर्ललितं मनो मे । याच्याच लाघवकरी स्ववधेच पापम् प्राणाः स्वयं ब्रजत किं नु विलम्बितेन ?
મારી પાસે ધન નથી અને મને દુરાશા છોડતી નથી. મારા કાવ્યથી પ્રસન્ન થઈને લોકો મને ધન આપ્યા કરશે તેવી આશા મારા મનમાં રહ્યા કરે છે. મારું મન ત્યાગના ભાવથી ક્યારે પણ સંકુચિત નહિ થાય. યાચના
For Private And Personal Use Only