________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
so
જીવન વિકાસનાં વીસ સોપાન કપણ અને દાતાની સમાનતા કેમ હોય ? પરંતુ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ તે ઉક્તિને ચરિતાર્થ કરવા એક સુભાષિત છે.
लुब्धो न विसृजत्यर्थं : नरो दारिद्र्यशङ्कया ।
दातापि विसृजत्यर्थं, ननु तेनैव शङ्कया ॥ कुवलयानन्दः ગરીબીની આશંકાથી લોભી ધનનો ત્યાગ કરતો નથી પણ એવી આશંકાથી પ્રેરાઈને દાતા ધનનો ત્યાગ જરૂર કરે છે અર્થાતુ ગરીબી સ્વીકારે છે.
દાતા વિચાર કરે છે કે પૂર્વજન્મમાં દાન કર્યું હશે તેના પ્રભાવથી આ જન્મમાં ધનપ્રાપ્તિ થઈ છે. જો આ જન્મમાં પ્રાપ્ત ધનનો સદ્ઉપયોગ નહિ કરું તો વળી ભવિષ્યમાં નિર્ધનતા પ્રાપ્ત થશે.
कृपणेन समो दाता न भूतो न भविष्यति ।
અસ્પૃશવ વિતરિ, ૪ઃ સ્વઃ પ્રથતિ છે કવિતામૃતકૂપ. કિંજૂસથી મોટો કોઈ દાતા થયો નથી, થશે નહિ, જે પોતે પ્રાપ્ત કરેલું ધન ભોગવ્યા વગર જ અન્યને માટે મૂકતો જાય છે.
અર્થાત્ એ પોતાને હાથે તે ધનનો ત્યાગ ભોગ કરી શકતો નથી પણ તેના મૃત્યુ પછી તેનું સંપૂર્ણ ધન અન્ય પાસે જાય છે. તેણે ઘણું કષ્ટ કરી બચાવેલા ધનનો ધણી કોઈ ભાગ્યવાન થાય છે.
જેની પાસે ધન છે તે સુકૃત્યમાં તેનો ત્યાગ કરતો નથી તો જગતમાં તે મૂખ્ત ગણાય છે. કારણ કે તે કેવળ ધનનું ઉપાર્જન, રક્ષણ અને અંતે વિયોગનું દુઃખ સહન કરે છે. પૃથ્વી પણ આવા માનવોના ભારનો અનુભવ કરે છે.
યાચકની મનઃકામના પૂર્ણ કરવામાં જેનું જીવન વ્યતીત થતું નથી, તેનો ભાર ભૂમિને વહન કરવો પડે છે, તેને જેટલો ભાર વૃક્ષોથી, પહાડથી કે સમુદ્રથી લાગતો નથી તેટલો ભાર કૃપણોથી લાગે છે.
ગુજરાતમાં જન્મ ધારણ કરનાર માઘ તેમના કવિત્વથી પણ અધિક તેમની ઉદારતાથી પ્રસિદ્ધ હતા. નામ જેવી ગુણવાન લક્ષ્મી નામે તેમની પત્ની હતી. પતિની ઉદારતામાં તેની અધિક સહાયતા હતી.
એક દિવસ તેમના દ્વાર પર યાચકે પ્રાર્થના કરી કે હે મહોદય ! હું બહુ દૂરથી આવ્યો છું. મારી કન્યાના શુભવિવાહ છે તમે મને કંઈ સહાયતા કરો.
For Private And Personal Use Only