________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જીવન વિકાસનાં વિસ સોપાન આત્યંતિકપણે મુક્ત થઈ કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય થઈ ગયા. ભગવાન મહાવીર પ્રત્યેનો પ્રશસ્ત રાગ તેમના સ્વરૂપને પ્રગટ થવામાં બાધક થતો હતો. જૈનદર્શનની આવી અનોખી શુદ્ધતા છે કે પ્રશસ્તરાગ પણ આ માર્ગમાં બાધક થાય છે. એવું બાધક કારણ દૂર થતાં ગૌતમસ્વામી સર્વજ્ઞાની અને સર્વદર્શી થયા. - સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. તેમની અત્યંત સાદાઈ જોઈને એક સજ્જને હાંસી કરી. તેના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે “તમારા દેશમાં સભ્યતાના નિર્માતા દરજી છે, હું જે દેશમાંથી આવું છું તે દેશની સભ્યતાના નિર્માતા વ્યક્તિ નહિ, તેનું આચરણ છે. કેવળ મૂલ્યવાન પોશાકથી તમે ધનવાન છો તેનું પ્રદર્શન થાય છે પણ સભ્યતા અને પોશાકને શું સંબંધ છે ? ચોર, લૂંટારા, વ્યભિચારી કે અત્યાચારી પણ ધનવાન જેવો પોશાક પહેરીને ફરતા હોય છે, તેથી કાંઈ તેઓ સભ્ય સમાજના સજ્જનો મનાતા નથી.
___ पमं नाणं तओ दया દયાનો અર્થ છે આચરણ. જ્ઞાન સહિત આચરણ ન હોવાથી કેવી દુર્દશા થાય છે તે નીચેના દષ્ટાંતથી સમજાશે.
કોઈ એક ગામમાં એક સુંદર ભવન હતું. રાત્રે પતિપત્ની તે ભવનના એક ઓરડામાં સૂતાં હતાં. અર્ધી રાત્રે એક ચોર બારી તોડીને ભવનમાં ઘૂસ્યો. અવાજ સાંભળીને પત્ની નિદ્રામાંથી જાગી ઊઠી. તેણે પતિદેવને જગાડીને ધીરે અવાજે કહ્યું કે તમે જાણો છો?
પતિ - હા. હા, જાગતો છું. કેમ કંઈ ખાસ વાત છે? પત્ની - ઘરમાં ચોર ઘૂસી ગયો છે. પતિ - જાણું છું. પત્ની - એ તિજોરી પાસે જઈને તિજોરી ખોલે છે. પતિ - જાણું છું. પત્ની અરે ! તેણે નોટોના બંડલ લઈને પોતાની થેલીમાં મૂક્યાં. પતિ - જાણું છું. પત્ની - હવે તો તે ઘરની બહાર નીકળીને દૂર ગયો. પતિ - હાં, જાણું છું.
પત્ની - શું જાણું છું, જાણું છું કરો છો. બોલવાનું જાણો છો કે ધનની રક્ષા કરવાનું જાણો છો ? તમારી નજર સામે તે ચોર ધન લૂંટી
For Private And Personal Use Only