________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
જીવન વિકાસનાં વિસ સોપાન દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું સંતુલન રહે તો જીવને શુદ્ધ ધર્મનો આધાર મળે છે.
લોકો સમાજ સુધારાની વાતોનો પોકાર કરે છે, પણ એ વાત ભૂલી જાય છે કે વ્યક્તિઓ દ્વારા સમાજ બને છે તેથી પ્રથમ જે વ્યક્તિ સુધરે તો સમાજ સુધરે. સમાજમાં કે કુટુંબમાં નાની વ્યક્તિઓ પર વડીલોના સદાચારનો પ્રભાવ પડે છે. વડીલોના સારા સંસ્કારોને બાળકો તરત જ ગ્રહણ કરી લે છે. ઘરનાં બાળકોનો વિનયયુક્ત આચાર જોઈ અનુમાન થઈ શકે છે કે આ ઘરનાં કુટુંબીજનો કેવાં હશે ?
તમે કેટલું બાહ્ય જ્ઞાન ધરાવો છો તે મહત્ત્વપૂર્ણ નથી, પણ તમારું જીવન કેવું છે તેનું મૂલ્ય વિશેષ છે. જ્ઞાન અને શ્રદ્ધાની અપેક્ષા એ આચરણની અધિક વિશેષતા છે. સમયોચિત રૂઢિપાલનના રૂપમાં પ્રતિક્રમણ, સામાયિક આદિ ધાર્મિક ક્રિયાકાંડ કરવા તે માત્ર ઉપચાર છે. પરંતુ સામાયિક કે પ્રતિક્રમણનો મર્મ ઘર કે દુકાનના પ્રત્યેક વ્યવહારમાં જીવંત રહે તે સાચું ચારિત્ર છે.
- સદાચારી આત્મપ્રશંસાથી દૂર રહે છે. પોતે સદાચારી છે તે માટે તેને કદી સોગંદ લેવા પડતા નથી. કે ઢોલ વગાડવાં પડતાં નથી. સાકરને પોતે ગળી છે. તેની બાંગ પુકારવી પડતી નથી. અત્તરને પોતાના પરિચય માટે સોગંદ ખાવા પડતા નથી કે હું સુગંધમય છું. સુગંધ સ્વયં અત્તરનો પરિચય આપવા સમર્થ છે. તે પ્રમાણે સદાચારી વ્યક્તિનું શુદ્ધ આચરણ તેનો પરિચય આપે છે.
જ્ઞાનનું સ્થાન સામાન્યતઃ મસ્તિષ્કમાં મનાય છે તેથી કંઈ ગુરુદેવના મસ્તકને વંદન થતું નથી વંદન તો ચરણોમાં જ થાય, જે આચરણનું પ્રતીક છે. ચાલવાનું કામ ચરણનું છે. આપણે જ્ઞાન અનુસાર ચાલવાનું છે. - અંગ્રેજ પ્રજાની પદ્ધતિ અનુસાર આચરણની શરૂઆત પોતાથી કે પોતાના ઘરથી થવી જોઈએ. દરેક માનવી પોતાના જ પગોથી ચાલીને લક્ષ્ય સ્થાને પહોંચે છે. અન્યના ચાલવાથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી.
સ્વયં અરિહંતદેવ લોકોને તારવા માટે અસમર્થ છે. તેઓ લોકકલ્યાણનો માર્ગ દર્શાવવામાં કુશળ છે. જે સ્વયં માર્ગ પર ચાલવાનું શરૂ કરે છે તે ભવસાગરનો પાર પામે છે. અર્થાત્ જે આચરણ કરે છે તે પાર પામે છે. શિક્ષિતો પણ જે જ્ઞાનયુક્ત આચરણ કરતા નથી તો તે મૂર્ખ ગણાય છે.
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડો. રાધાકૃષ્ણને કહ્યું છે કે ભારતની જનતાને શિક્ષણને બદલે સહ્યારિત્રની વિશેષ આવશ્યકતા છે.
For Private And Personal Use Only