________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
જીવન વિકાસનાં વિસ સોપાન એકવાર એક છ વર્ષની કન્યા તેની માતા સાથે બજાર માં ગઈ હતી. તેણે બજારમાં એક ફુગ્ગા વાળાને જોઈ મા ને તે અપાવવાની હઠ લીધી. મા પાસે દસ પૈસા છૂટા ન હતા તેથી માતાએ તેને સમજાવી કે હમણાં મારી પાસે કે ફુગ્ગાવાળા પાસે દસ પૈસા છૂટા નથી તેથી તેને પછી ફુગો અપાવીશ. નાની નાદાન કન્યા એ વાત સમજી નહિ તેથી તે વારંવાર ફુગ્ગો માંગવા લાગી, આથી માને ગુસ્સો આવ્યો તેથી તેણે પુત્રીને હાથથી તરછોડી ધક્કો માર્યો, આથી તે પુત્રી ભોંય પર પડી ગઈ અને સામેથી આવતી ગાડી સાથે અથડાઈ ગઈ. તેના પગ પર ગાડીનું પૈડું ફરી વળ્યું તે જીંદગીભર લંગડી થઈ ગઈ અને તેથી બીજાં અનેક કષે સહેવાં પડ્યાં.
માર્ગમાં ઊભેલા પોલીસના હાથના ઈશારાને માન આપી મોટી ગાડી તમે રોકી શકો છો. કેમ? બ્રેક પર તમારો કાબૂ છે તેથી, પણ તમે તમારા ગુસ્સાને કેમ રોકી શકતા નથી ? તમારા મન પર સહિષ્ણુતાનો કાબૂ નથી ભગવાન મહાવીરનો ઇશારો છે કે :
नो कुझे ક્રિોધ ન કરો
પ્રભુ કરતાં તમને પોલીસનું માહાસ્ય વધુ લાગે છે? કે પછી લાચાર છો? વિચારો, ખૂબ વિચારો, વારંવાર વિચારો,
અમેરિકા દેશની આ વાત છે. ત્યાં એક પ્રોફેસર હતા. તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી હતો. વારંવાર ગુસ્સો આવવાથી તે અપ્રિય થઈ પડ્યા હતા તેથી તેને પોતાને પણ લજ્જા આવતી હતી. વળી તે ક્રોધ ન કરવો, ક્રોધ કરવાથી ઘણું નુકસાન થાય છે તેનું સુંદર પ્રવચન આપતા હતા, પરંતુ પોતે ક્રોધ પર સંયમ કરી શકતા ન હતા.
તેમના એક મિત્ર આ વાત જાણતા હતા, તેમણે તેમને ઉપાય બતાવ્યો કે તમારે થોડા કાગળો પર ક્રોધ વિશે લેખ લખી રાખવો, પછી તે કાગળો તમારી પત્ની અને નોકરને આપી રાખવા અને કહેવું કે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે આ કાગળ મને આપવા પ્રૉફેસરે તે પ્રમાણે વ્યવસ્યાકરી જ્યારે તેમને ગુસ્સો આવતો ત્યારે તેમની સામે પેલા કોરા કાગળ આવતા. અને તેમની વિચાર ધારા બદલાતી કે ક્રોધ વિશે શું લખી શકાય. ક્રોધ ખરાબ વસ્તુ છે. તેનાથી હાનિ થાય છે હું ક્રોધી છું. મારે એ દુર્ગુણથી દૂર રહેવું જોઈએ. આમ વિચારધારા બદલાવાથી તેમનો ગુસ્સો શાંત થઈ જતો. અને તેમ વારંવાર પ્રયોગ કરવાથી તેમનો ક્રોધ શાંત થઈ ગયો. કાગળ પરના બે શબ્દોમાં કોઈ જાદુ ન હતો ફક્ત વિચાર બદલવા માટે નિમિત્ત હતું જે વિચાર કરે છે તે વિકારનો ભોગ બનતો નથી.
For Private And Personal Use Only