________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
જીવન વિકાસનાં વીસ સોપાન
સંભવ નથી. આહાર પચે નહિ તે કેવળ આહાર ગ્રહણનો સંતોષ ભલે માને પણ શક્તિ વિકાસ પામતી નથી. શક્તિ માટે તો આહારના પાચનની આવશ્યક્તા છે. તેમ જ્ઞાનને પણ પચાવવું પડે છે.
ઘણા જિજ્ઞાસુઓ જ્ઞાનનું દર્શન નહિ પણ પ્રદર્શન કરે છે, તેથી સ્વદર્શન થતું નથી. જ્યાં કેવળ બાહ્યાડંબર છે ત્યાં વિકાસ નહિ પણ રકાસ છે. કોઈવાર જિજ્ઞાસુઓ અધૂરા જ્ઞાનને કારણે અહંકાર યુક્ત પ્રશ્ન પૂછે છે, તે સાચા પ્રશ્નો હોતા નથી. જેમ કોઈનું પેટ દુ:ખતું હોય અને વૈધરાજ પાસે જઈ તે માથું દુઃખે છે તેમ કહે તો સાચો ઉપાય મળે નહિ. સાચો ઉપાય મેળવા સાચી બીમારી બતાવવી આવશ્યક છે, અથવા જેમ પાડોશીનું દર્દ વૈદ્યને કહેવાથી પોતાનું દર્દ દૂર થતું નથી, કે પાડોશીનું દર્દ દૂર થતું નથી. અર્થાત્ તમારા હિત માટે તમારે ગુરુદેવ પાસે નમ્રતાપૂર્વક તમારી શંકાનું સમાધાન જાણવું જરૂરી છે.
વળી કોઈ મનુષ્ય પોતાની જાણકારીના અહંમાં ગુરુદેવને નીચા પાડવાને માટે અથવા તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે પોતે જે વાત જાણે છે તેના પ્રશ્નો પૂછે છે. તેમાં અહંકાર હોય છે જિજ્ઞાસા હોતી નથી. તેથી તેના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર મળવા છતાં તેને પ્રસન્નતા થતી નથી કારણ કે તેનો આશય સફળ થતો નથી તેથી તેને ખુશી થવાને બદલે ઉદ્વેગ થાય છે. એવો અભિમાની માનવ કેવળ દયાપાત્ર છે.
શરીર સ્વાસ્થ્ય માટે વૈદ્યની પાસે જેવું છે તેવું દર્દ કહેવું જોઈએ તે પ્રકારે જીવનશુદ્ધિ માટે ગુરુદેવની પાસે પોતાનાં પાપોને પ્રદર્શિત કરવાં, ક્ષતિઓ રજૂ કરવી, દોષોનું વર્ણન કરવું.
निंदिय गरहिय गुरुसगासे
ગુરુદેવની સામે પોતાનાં પાપોની નિંદા - અતિનિંદા કરવી જોઈએ.
જો કોઈ ડૉક્ટરની પાસે જઈને કહે કે મને સમયસર ભૂખ લાગે છે. અજીર્ણ થતું નથી. હું ફળાદિ સાત્ત્વિક આહાર લઉં છું. શુદ્ધ હવામાં રહું છું, શરીરમાં મને સ્ફૂર્તિ રહે છે. કોઈ દર્દ નથી. ત્યારે ડૉકટર કહેશે કે ભાઈ ! તું અહીં ભૂલથી આવ્યો છું. આ સ્થાન તો કેવળ દર્દીઓ માટે જ છે. અને તમે તો પૂર્ણ સ્વસ્થ છો. માટે આપ અહીંથી જઈ શકો છો.
એ પ્રકારે ગુરુદેવ પાસે જઈને શિષ્ય કહે કે હું સવાર સાંજ પ્રતિક્રમણ કરું છું, કેટલાયે સામાયિક કરું છું. વંદન, દર્શન, પૂજન, દાન વગેરે કરું છું. વર્ષમાં બે ત્રણ વાર યાત્રા કરું છું. શાસ્ત્રોનો સ્વાધ્યાય કરું છું. તપશ્ચર્યા કરું છું. ઇંદ્રિયોને વશમાં રાખું છું. કષાયોથી દૂર રહું છું. હું - હું - હું- હું.
For Private And Personal Use Only