________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
ચૂડીઓનો અવાજ રાજાને મધુર લાગતો હતો. રોગોથી પીડાતા એ રાજાને આજે અવાજ અપ્રિય થઈ પડ્યો. તેમની સૂચનાનો અમલ થતાં અવાજ તરત જ બંધ થઈ ગયો. ત્યાં વળી રાજાને સંદેહ ઊઠ્યો કે શું ચંદન ઘસવાનું કામ બંધ કરવામાં આવ્યું?
મંત્રીએ સ્પષ્ટતા કરી કે “મહારાજ ! ચંદન ઘસવાનું કામ તો ચાલુ છે પણ પ્રત્યેક રાણીઓએ હાથ પર સૌભાગ્યની ચૂડી રાખી છે અને બાકીની ચૂડીઓ ઉતારી લીધી છે તેથી અવાજ બંધ થયો છે.
આ વિગત જાણી નમિરાજ અત્યંત ગંભીર થઈ વિચારવા લાગ્યા કે શાંતિ એકમાં છે કે અનેકમાં છે? સંસારમાં પરિવારથી ઘેરાયેલા રહેવું અને શાંતિ અનુભવવી અત્યંત કઠિન છે. એવી ગહન દશામાં નમિરાજાએ નિર્ણય કર્યો કે એકમાં જ શાંતિ છે તો પછી આ રોગ શમી જતાં હું પરિવારનો ત્યાગ કરીશ. સંકલ્પના બળે જોત જોતામાં દાહજ્વર શમી ગયો. અને રાજાએ પ્રાતઃકાલ થતાં સમસ્ત પરિવાર, રાજ્ય, તથા વિપુલ સંપત્તિનો ત્યાગ કરી મુનિવેશ ધારણ કરી જંગલની વાટ પકડી અને સંયમ તથા તપ દ્વારા આત્માને પવિત્ર કરતા વિહરવા લાગ્યા આ સાચો ત્યાગ છે.
એક ખેડૂતના ઘરમાં ઘઉંનો ભરેલો થેલો પડ્યો હતો. છતાં પણ તે ભૂખમરો વેઠીને મૃત્યુ પામ્યો. લોકો માનતા કે ખૂબ કંજૂસ હતો. વાસ્તવમાં વાત જુદી હતી.
અસલમાં ઘરમાં અનાજ હોવા છતાં ભૂખથી મરનાર ખેડૂત મહાન ત્યાગી હતો. તેના મૃત્યુ પછી રાજ્યના સેવકો જ્યારે એ ઘઉંનો કોથળો ઉપાડવા લાગ્યા ત્યારે તેની નીચેથી એક ખેડૂતના હસ્તક્ષરની ચિઠ્ઠી મળી. તેમાં લખ્યું હતું કે “હમણા દુષ્કાળનો સમય છે. “જો હું આ ઘઉંનો ભોજન માટે ઉપયોગ કરું તો હવે પછી ખેડૂતોને વાવવા માટે બી મળશે નહિ,” સર્વ ખેડૂતો ખેતી કરી શકે તે માટે મેં ભૂખ્યા રહીને આ ઘઉં બચાવ્યા છે. તેથી ખેતીના યોગ્ય સમયે ખેડૂતોને ઘઉં વહેંચી દેવા મારી આ આખરી ઇચ્છા છે. સૌ સુખી થાઓ.”
ચીઠ્ઠીમાં લખેલું રહસ્ય જ્યારે પ્રગટ થયું ત્યારે સૌએ તેના ત્યાગની અત્યંત પ્રશંસા કરી. અન્યની ભલાઈ માટે કરેલો ત્યાગ સંસારમાં પ્રશંસનીય અને ચિરસ્મરણીય બને છે.
એક શ્રાવિકાને ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. તે મોટા તપસ્વી હતા. તે ભિક્ષા લઈને બહાર નીકળ્યા ત્યાં તો સર્વ લોક તે શ્રાવિકાની પ્રશંસા કરવા લાગ્યાં. પડોશમાં એક વેશ્યા રહેતી હતી. તેને આવી પ્રશંસા સાંભળી તે પ્રાપ્ત કરવાનું મન થયું તેણે ઘણા સાધુઓને ભિક્ષા માટે
For Private And Personal Use Only