________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદુ:ખનું જીવનચક્ર માણસ એક આત્મકથા છે. અનુભવ પણ યાદ રાખવા લાયક હેય તેને યાદ રાખવું જોઈએ. માણસ સહઅસ્તિત્વની ભાવના ઉપર રહેલો છે.
સુખદુઃખમાં બધાને વિચાર કરવાનું છે. એક જણ દુઃખમાં હજાર રૂપિયા આપે અને બીજા દુઃખમાં બે આંસુ આપે તે એ બે આંસુની કિંમત વધારે છે.
- માનવ માનવ પ્રત્યે ઉદાર બને તે ધર્મ જોઈએ છે પણ માનવતાને આચરવાની નથી. તે પછી જીવન મંગળમય બનશે કેમ ?
ઊંચાં કામ કરવાથી ઊંચા બની જવાય છે. માણસ માણસની પાછળ પ્રશંસા કરે તે જીવન ધન્ય બને છે.
આપણું કર્તવ્ય, ભાવના ઉચ્ચ હોય તે જ સમાજ આપણાં વખાણ કરશે. કેઈન આંસુમાં કદી હસવાનું નથી પણ તે આંસુ લૂછવાનાં છે. જે આપણે કોઈનાં આંસુ પર હસીશું તે આપણાં આંસુમાં પણ જરૂર કંઈ હસશે.
માણસની લાગણી દુનિયામાં એકસરખી જ હોય છે. ગરીબને કે ધનવંતને કોધ ચડતાં વાર લાગતી નથી. માણસોનાં મગજ એટલાં તપેલાં છે કે જેમ તવામાં બિન્દુ પડવાથી બિન્દુ જ બળી જાય છે.
કાલિદાસે મેઘદૂતમાં કહ્યું છે કે જગતમાં એવું કશું જગ્યું છે કે જેને આખી જિંદગી સુધી સુખ જ જોવાનું
For Private And Personal Use Only