________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી માનવી વ્યક્તિ મટી જઈ “વિભૂતિ બની જાય છે. ગુરુની આજ્ઞા એ મંગળમય તત્ત્વ છે.
૦ જેમ ટાંકણું ખાધા વિના પથ્થરમાંથી પ્રતિમા બનતી નથી તેમ ગુરુના ઉપદેશ વિના દાનવમાંથી માનવ બનતો નથી. ગુરુને ઉપદેશ એ ડાયનેમિક ફોર્સ છે. તેથી ગતિ થઈ શકે છે. ગુરુ આજ્ઞા એ રસાયણ છે. તેથી જગતને સામાન્ય માનવી અસામાન્ય બની શકે છે. તે પ્રભુતાને માર્ગે જઈ શકે છે. પ્રભુતાઈ પામી શકે છે. માનવમાં રહેલ દિવ્યતાનું અનેરું તત્ત્વ ગુરુ-સમાગમથી બહાર આવે છે.
૦ પ્રભુની પૂજાનું ફળ એટલે ચિત્તની પ્રસન્નતા ક્યાં જવું છે તે પહેલાં નક્કી કરીને જ પછી ચાલવાનું શરૂ કરવાનું છે. આત્માની ઓળખ થયા પછી જીવનમાં અવગતિની ઓટ આવવી અશક્ય બનશે અને ભરતીના ભવ્ય ભાવ સાથે દયેયપ્રાપ્તિ થશે.
For Private And Personal Use Only