________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ આપણે ગતિ નહીં પણ પ્રગતિ કરવાની છે. આત્માને વિકાસ કરવાને છે. ધર્મ સાંભળીને તેનું મનન કરવાથી શુભ વિચારને જન્મ થાય છે. શુભ ઘુંટાય પછી તેમાંથી આચાર પ્રગટે છે.
૦ બધા જ ઉપદેશ બધાને લાગુ પડતા નથી. પૈસાદારને દાન, તોફાની વૃત્તિઓને કાબુમાં રાખવા માટે, અશક્ત શરીરવાળા માટે શીલ, જેની ઈન્દ્રિયે કાબુમાં ન રહેતી હોય તેને માટે તપ અને આમાંથી જેને કંઈ જ ન હોય અને વૃદ્ધ હોય તેના માટે ભાવ રાખ.
૦ શ્રવણ સ્વાધ્યાયમાં પરિણમી જતાં આચરણ માટે ઉત્તમ બની જાય છે. સાંભળ્યા પછી આચરણમાં આવે તે જ સાંભળેલું સાર્થક થાય છે.
૦ સંસારના રોગને મટાડવા માટે ઉત્તમ આચરણ જ જીવનમાં આવવું જોઈએ. અઢાર પાપસ્થાનક જે દુર થાય તો જ જીવનમાં મધુરતા-સંવાદિતા ઊભી થશે માટે દેશોને જીતવાના છે અને સદ્ગુણેને પ્રાપ્ત કરવાના છે.
છે જે ભાગ્યશાળી છે તેને જ સદ્દગુણ પ્રાપ્ત કરવાનું મન થાય છે. જ્યાં સુધી કષાય જીવનમાં પડયા છે ત્યાં સુધી જીવન ઝેર જેવું લાગે છે.
For Private And Personal Use Only