________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વનું માહામ્ય
દેશમાં તથા જગતમાં વિવિધ પ્રકારનાં સપ્તાહ "ઉજવાય છે તેમ પર્યુષણ પર્વ એક ધાર્મિક સપ્તાહ (આઠ દિવસની અષ્ટા હનકા) ઉજવાય છે. જગતનાં સપ્તાહ લૌકિક પર્વ છે. પર્યુષણ પર્વ લેકોત્તર પર્વ છે ને એ હજારો વર્ષોથી ઉજવાય છે.
દિવાળીને અંતે લોકો પૈસાને હિસાબ કરે છે. તેમ પર્યુષણમાં ગુણોને સરવાળે અંકાય છે. આખા વર્ષમાં કેટલા ગુણોને ખીલવ્યા ને વિકસાવ્યા તેનું મૂલ્યાંકન– તેની પરીક્ષા પર્યુષણ પર્વમાં થાય છે.
દિવાળીપર્વ બાહ્ય શુદ્ધિ માટે છે, આંતરિક શુદ્ધિ માટે પર્યુષણ પર્વ છે. લૌકિક પર્વ ત્રણ કારણોથી પ્રચલિત બન્યાં છે. ભયથી, લાભ-લાલચથી, પ્રેમથી કે આશ્ચર્યથી. નાગપંચમી કે શીતલાસપ્તમી નાગ કે રેગના ભયથી ઉત્પન્ન થયેલ છે. મંગલાગૌરી કે લક્ષમીપૂજન લાલચથી કે લેભથી ચાલુ થયું છે. સૂર્ય કે ચન્દ્રની પૂજા આશ્ચર્યજનક કારણથી શરૂ થયેલ છે. આ હિંદુ લૌકિક પર્વ છે. તેમ લેકોત્તર પર્વ આત્મશુદ્ધિ અર્થે છે. મુસલમાનેનું રમજાનપર્વ કે ક્રિશ્ચિયને માટેનું ક્રિસ્ટમસ
For Private And Personal Use Only