________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેલા ભાઈ પરદેશથી પાછા આવ્યા. તેમણે એકનાથ પાસે પારસમણિની માગણી કરી. તે તેમણે કહ્યું : “જ્યાં પ્રભુચરણે મૂકયે છે ત્યાંથી લઈ લે.”
પેલે તે ચરણ પાસે પારસમણિ શોધવા લાગે. પણ તે ન મળ્યો. તેને થયું, આણે કયાંક સંતાડ્યો છે ને ઉપરથી ઢોંગ કરે છે. તે તે ધુંવા કુંવા થતો આવ્યો એકનાથ પાસે અને કહ્યું : એક તે પારસમણિ સંતાડ્યો છે ને ઉપરથી ઢાંગ કરો છો? ચાલે, બતાવે. કયાં છે તે?
એકનાથ તેની સાથે મૂર્તિ પાસે આવ્યા અને ત્યાં પારસમણિ ન મળ્યું. તેમણે પરમાત્માને પ્રાર્થના કરી. ત્યાં આપોઆપ સ્કૂરણ થઈ : ફૂલ સાથે તે નદીમાં. ગયે છે.
એકનાથ ને પેલા શેઠ નદીએ આવ્યા.
એકનાથે નદીમૈયાને પ્રાર્થના કરી : હે ગંગામૈયા જે હું પવિત્ર હોઉં, મારું જીવન નિષ્કપટ હોય, બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, પરમાત્માનો અંશ મારામાં હાય, મારામાં નિર્મલતા હોય તે આ શેઠને પારસમણિ. આપી દે. વળી તું તે રત્નાકરની રાણી છે. તારી પાસે તે રત્નના ભંડાર છે. તો આ નાનો છે પારસમણિ, આપવા કૃપા કર.
આવી પ્રાર્થના કરીને નદીના પાણીમાં હાથ નાખ્યા.
For Private And Personal Use Only