________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને ભાવનગર ચાતુર્માસમાં નિયમિત પ્રવચનમાંથી તેમને વિને, નમ, આજ્ઞાંકિત શિષ્યો મુનિશ્રી અરુણોદયસાગર તથા મુનિશ્રી વિનયસાગરે સંકલન કરેલ અને ભાવનગરના સુપ્રસિદ્ધ દૈનિક લેકરાજમાં નિયમિત પ્રકાશિત થતા પૂ. આચાર્ય ભગવંતના પ્રવચનના સંકલનનો આસ્વાદ અનેક જૈન જૈનેતરાએ માણેલ છે.
બધાને આ સંકલનને લાભ મળે એ દષ્ટિએ પૂજ્યશ્રીનાં પ્રવચનનું સંકલન કરેલ પુસ્તક “જીવનને અરુણોદય” નામથી. પ્રકાશિત કરતા અમને આનંદ થાય છે.
દૈનિક લકરાજમાં પ્રકાશિત થતા સંકલન એકત્ર કરી પુસ્તકરૂપે પ્રકાશન કરવા સંમતિ આપવા બદલ તંત્રીશ્રીનો આ તકે અમો આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું સુંદર છાપકામ બહુ ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો કનિમક (પ્રન્ટર્સના સંચાલકોને આભાર માનીએ છીએ તેમ જ ટાઈટલ ડિઝાઈન બ્લેક ટૂંક સમયમાં કરી આપવા બદલ અમો ગ્રાફિક ટુડિયોના સંચાલક શ્રી રતિભાઈનો આભાર માનીએ છીએ.
આ પ્રકાશનમાં કદાચ કાંઈ ખલના રહી ગઈ હોય તથા વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયેલ હોય તે તે બદલ અમે “મિચ્છામિ દુક્કડં ” અપ શ્રીસ ધની તથા સુડા વાચકેની હાર્દિક ક્ષમા યાચીએ છીએ.
શા, શાન્તિલાલ મોહનલાલ શા, અમૃતલાલ હીરાલાલ
For Private And Personal Use Only