________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણદય
પ૩
સંસાર પાસેથી રાખીએ છીએ અને તે ફળતી નથી ત્યારે મિથ્યા દુઃખી થઈએ છીએ. જેમ કે ગુમાવેલું ધન કે આસક્તિ રાખેલી ઈમારત, આપણા મૃત્યુ પાછળ એક પણ દુઃખનું આંસુ સારવાનાં નથી.
* સત્ય પર પ્રતિષ્ઠિત બનેલ જીવન સ્વયં દયાળુ બની જશે. સત્ય અને પ્રેમ અલગ નથી, બંને એક જ સિક્કાની બે બાજુ છે. એકને ઘસવાથી બીજાની કિંમત શૂન્યવતું છે. બંને સાથે હશે તો તેનું મૂલ્ય અધિક થશે. સત્ય હશે ને પ્રેમ નહીં હોય તે જીવન ભારરૂપ બની જશે.
* સત્યને કોઈ સાંપ્રદાયિકતા નડતી નથી. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી, ક્રિશ્ચિયન સર્વ ધર્મોમાં સત્યને પ્રથમ અને અનન્ય સ્થાન આપેલ છે. સત્ય સર્વમાન્ય છે. સત્ય એ જ ભગવાન છે. બાઈબલમાં કહ્યું કે સત્ય પરમશક્તિ છે, સત્ય પરમાત્મા છે.
* સ્વાનુભવ દ્વારા સત્ય લાધે છે અને એટલે જ સત્ય કઈ એક સ્વરૂપે નહીં પરંતુ ભિન્ન સ્વરૂપે પ્રગટે છે.
* માનવીના મનમાંથી જ્યાં સુધી વાસના નીકળે નહીં ત્યાં સુધી સત્ય તેનામાં સ્થિર થતું નથી.
બ્રહ્મચર્ય * બ્રહ્માચર્યનું પાલન ન કરવાથી આજે હઠીલા ભયંકર રોગો થતા જોવા મળે છે.
For Private And Personal Use Only