________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેાદય
પરમાત્મા
જગતનાં પાપથી દૂર થવા માટે, મુક્ત થવા માટે પરમાત્માનું અવલંબન જોઈએ. પરમાત્માનું અવલંબન આ સમયમાં સર્વશ્રેષ્ઠ છે.
* રામના નામે પાણીમાં પથ્થરે તરતા હતા પણ જયારે રામે પોતાના હાથથી પાણીમાં પથ્થર ફેંક્યા કે તરત જ ડૂબી ગયા. રામે હનુમાનને કારણ પૂછ્યું. હનુમાનજીએ કહ્યું કે, “પરમાત્મા, આપ જેને ત્યાગ કરે, જે તેને છોડી દો, આપના ચરણકમળથી જે દૂર થાય છે, તે અવશ્ય સંસાર સાગરમાં ડૂબી જાય છે. આમ આપે પથ્થરનો ત્યાગ કર્યો ને તે પાણીમાં ડૂબી ગયે.”
* સ્વની સાથે જયારે સર્વની ભાવના આત્મામાં જાગૃત થાય ત્યારે તે દશા જ પરમાત્મા બને છે. દેવની સાથે યશપ્રાપ્તિની આકાંક્ષા ખતરનાક ચીજ છે.
* ધર્મ પ્રાપ્તિ માટે વિનયમાં પૂર્ણતા લાવો, પરમાત્માને વંદન કરો ત્યારે આદરથી કરે, સ્વયં મનોભાવથી કરો. જ્યાં સુધી પરમાત્માને સમર્પિત નહીં થઈ જાવ ત્યાં સુધી બધું કઠિન લાગશે.
* હરિભદ્રસૂરિજીએ સ્વાનુભવ કરીને કહ્યું કે, “જે કાંઈ છે તે પરમાત્માને અર્પણ કરી દો. તે જીવનની વિષમ સમસ્યાઓમાં પણ શાંતિ બક્ષે છે.”
For Private And Personal Use Only