________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
વિષયે * વિષયાધીન આત્માઓ વિષયમાં એવા તો ચકચૂર થઈ જાય છે કે તે ધર્મ જેવી અપૂર્વ ચીજને પણ તિલાંજલિ આપી બેસે છે.
* આ કાયા કાચી છે, પાણીના પરપોટા જેવી છે, ગમે ત્યારે માટીમાં મળી જશે, આત્મા ચાલ્યા જશે માટે વિષયેથી વિરતિ દાખવી કાયાનો સદુપયેગ કરી લેશે.
# ઘુવડ દિવસે અંધ હોય છે, કાગડે રાત્રે અંધ હોય છે, જ્યારે કામી વ્યક્તિ સદાય અંધ જ રહે છે, એને સાર–અસારની સૂધબૂધ હોતી જ નથી.
* જે વસ્તુ ભારે છે તે તમે ઉપર ફેંકશે તે પણ નીચે જ આવશે, પણ ધૂમાડા જેવી હલકી વસ્તુ ઉપર જશે. એવી જ રીતે વિષયોના બોજથી ભારે થયેલ આત્મા નીચે જશે. કદાચ ધર્મની આરાધના દ્વારા તેને તમે ધકકો લગાડશે તે પણ દેવલેક સુધી જઈને પાછે નીચે આવશે. જે આત્માને ઉપર મેડો લઈ જો હોય તો વિષને મનમાંથી કાઢીને ધર્મની આરાધના કરે.
કમ સંબંધ બગડે તેમાં કર્મ જ કારણ છે, માટે તેના પર દ્વેષ ન કરતાં કમ ઉપર આક્રોશ કર.
For Private And Personal Use Only