________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણેય
પળમાં વધુ ધર્મ કરી શકે તે ગૃહસ્થ ધર્મ, જે સર્વથા સંસારનો ત્યાગ કરી ન શકે ને ઘરે બેસીને પણ ધર્મ કરી શકે.
* ધમ કેઈ સંપ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધર્મ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અંતઃકરણની. શુદ્ધતા–પવિત્રતા હશે ત્યાં ધર્મને વાસ હશે.
* ધર્મના બે પ્રકારે છે. સાધુ ધર્મ અને ગૃહસ્થધર્મ. ગૃહસ્થયમના પણ બે પ્રકાર છે : સામાન્ય ગૃહસ્થ ધર્મ અને વિશેષ ગૃહસ્થ ધર્મ.
* જે પિતાનાં સંતાનોને ધર્મના સંસ્કાર આપે છે, તે જ સાચા માતા-પિતા છે. તે સિવાય તે માતા-પિતા નથી પણ દુશ્મન છે. પિતાનાં બાળકોને ધર્મમાં વાળવાં એ માતા-પિતાની ફરજ છે.
* જો નાનપણથી જ ધર્મના સંસ્કાર પડ્યા હોય તે જ ઘડપણમાં ધર્મ થઈ શકે છે, તે સિવાય ધર્મ ઘડપણમાં થઈ શકતો નથી. જેમ કે નાનપણમાં વાંચતાં– લખતાં ન શીખાયું હોય તે પછી ઘડપણમાં કશું જ શીખી શકાતું નથી.
* અહિંસા, સંયમ અને તપનો ત્રિવેણી સંગમ જ ધર્મ.
* ધર્મના શિખરે પહોંચવા અહિંસા, સંયમ, તપ સાથે સેવાનાં પગથિયાં ચડતાં શીખવું પડશે.
For Private And Personal Use Only