________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ જ નમન
:
તું જે ધર્મધ્યાન કશું નહિ કરે તે દુર્ગતિમાં જઈશ. મળેલો મેં માનવભવ હારી જઈશ અને તારાં પાપકર્મથી તું નરકમાં જઈશ.” અને તેણે ભયથી ભાગવાનને નમસ્કાર કર્યા.
તારે સુખ જોઈએ છે ને? દેવતાએ ભેગવે છે તેવું અઢળક સુખને? તે આજથી જ તું ધર્મ કર, ધર્મ કરવાથી તને સ્વર્ગનું સુખ મળશે.” અને તેણે લાલચથી ભગવાનને વંદના કરી.
“પુણ્ય પણ બંધન છે. તે સોનાનું પિંજરું છે. આત્મા તો કશાય બંધન વિનાને હોવો જોઈએ. ને, મારે સ્વર્ગ પણ ન જોઈએ અને આ માનવભવ પણ ફરી ન જોઈએ. મારે તો જોઈએ મુક્તિ. જન્મ-મરણના બંધનમાંથી આઝાદી.”
એક દિવસ તેને આ વાત સમજાઈ, અને તેણે પરમાત્માના ચરણે સમગ્ર જીવન અપી દીધું. ભગવાનને તેણે પ્રેમથી અને ઉલ્લાસથી વંદના કરી.
૭૧
For Private And Personal Use Only