________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-86
-
કે ચિત્તનીય-પુષ્પો
,
HE
ER
સુખ નથી, શાંતિ નથી, અનેક ભૌતિક સાધનો ઉપલબ્ધ હોવાં છતાં, માનવી હેરાન છે. વૈજ્ઞાનિકો હેરાન છે. ઘણી શોધો કરી, એટબમ + ન્યૂટ્રોન બમ બનાવ્યા, જેના થી મણ વાર માં લાખો માણસો નો સંહાર થયો. દરિયાના પેટાળને અડકી આવ્યા, ચંદ્રમાપર પહોંચવાના બણગા ફંક્યા આ સિવાય અનેક શોધો થઈ છતાંય માનવી ને સુખ કે શાન્તિ મળી શક્યાં નથી.
લાકડાનો લાડવો જોઈ માનવી ને મોમાં પાણી છૂટે, ખાવા માટે તલપાપડ. થાય, ડાહ્યા માણસો વાળે, સમજાવે, પણ તે અનાડી ના વળે, ના સમજે અને ખાવાં જાય. આનંદની કલ્પના હવા થઈ જાય, ચહેરા પર હવાઈઓ ઉડે દક્ષિણામાં બત્રીસી બાહર આવે અને લોહી નીકળે જ. ખાય તો પસ્તાય અને ના ખાય તો પણ પસ્તાય.
લાકડાના લાડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભૌતિક સાધનો પાછળ ની આંધળી દોટ, સુખ અને શાનિ માટે, પણ તે શોધ્યાં જયા નહિ, અને તેથી અટવાયા, અથડાયા, કહેવું જ પડશે કે - મનુષ્ય ખોટી વાટે વળેલો છે. જે વાટે આગળ વધવા થી ફક્ત રાખ ને ઢેફા જ હાથ આવશે પણ... હાં... એક વસ્તુ છે, રાખને ઢેફા મળતા પૂર્વે અમૂલ્ય - સમય, સમ્પત્તિ અને સદ્દ વિચારોનું દેવાળું જરૂર કુંકાશે અને નૈતિકતા ના અકાળ ને ઘર આંગણે નોંતરશે. તે નકા માં નફો... જી. હાં ચોખ્ખો નફો, હવે તો માનવી એ સમજવું જ જોઈએ કે ભૌતિક સાધનો દ્વારા સુખ શનિ કે સમાધિ મળતાં નથી. મનુષ્ય સાચી વાટે મળવું જોઈશે ? સહુને સાચા માર્ગે વાળવા માટે...
આચાર્ય શ્રી પલસાગરસૂરીશ્વરજી મ. સા. ના ચિન્તનીય પ્રવચનોની ચિન્તન ની કેડી, જે સુન્દર - રમણીય - અતિસુરમ, પરમાનંદ પરમાહ્યાદ આપનારી અને પરમ શાન્તિને પ્રાપ્ત કરાવનારી છેસંસારની અટવી માં અટવાયેલા ચોર્યાશી લાખ જીવયોનિ ની ભુલભુલામણીમાં અનાદિ કાળ થી ભમતાં માનવી ને અને આ કેડી અનંત અવ્યાબાધ શાશ્વત સુખ ના ધામ મોક્ષનગરે પહોંચાડશે.
ચાલો.. ત્યારે... આગળવધી એ ચિન્તન ની કેડીપર - વેરાયેલ મનનીય ચિનનીય પુષ્પો પણ સાથે વીણતા - વીણતા જઈએ. બીજી આવૃત્તિ વેળાએ
સ્નેહપ.
For Private And Personal Use Only