________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ : પાસપાટ
વિદેશયાત્રા આજ ફેશન બની ગઈ છે. કાઈ કરવા માટે, કોઈ ભણવા માટે, કોઈ ધધા માટે, કેાઈ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ જાય છે. વિદેશમાં જવા માટે એ ચીજની જરૂર પડે છે : એક વિદેશી હુંડિયામણની, ખીજી પાસપા ની.
પાસપાટ વિના વિદેશની સફર શક્ય નથી. પાસપાટ હાય અને વિદેશી ચલણુ ન હોય તે વિદેશની સફરની મઝા માણી શકાતી નથી. એના અભાવે ક્યારેક ભીખ માંગવાને પણ વારો આવે છે.
આ સિવાય આ ખાખતમાં બીજી ખાખત પણ સૌ સુપેરે જાણે છે કે પાસપોર્ટ ચાગ્ય-અધિકારી વ્યક્તિને જ અપાય છે, અનેક વિધિમાંથી પાર ઊતર્યા ખાદ જ પાસપા મળે છે. અને વિદેશી હુંડિયામણુ પણ મર્યાદામાં જ મળે છે. તેના આધાર વિદેશની સફરના હેતુ પર રહે છે.
આ જીવ પણ વિદેશની યાત્રાએ આવેલા છે અને વિદેશની યાત્રાએ જવાના છે. જીવની ગતિ એ તેનું વિદેશ છે. નસીબ એ તેને યાત્રા માટે મળેલું વિદેશી
For Private And Personal Use Only