________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી હું નહિ હોઉં ત્યારે તમને ખબર પડશે, સૌભાગ્ય સમજે તમારા કે હું તમને મળ્યો છું.
આમ માનવું, આમ સમજવું એ અજ્ઞાન છે, મૂર્ખતા છે. દુનિયા આખીને ભયથી થથરાવી નાંખનાર નેપેલિયન પણ કેદ પકડાય છે. આખા કુટુંબને ભાર ઉપાડનારને પણ ક્યારેક તેને ભાર ઉપડાવ પડે છે.
કમની સત્તા અતિ પ્રબળ છે, તેના આગળ તીર્થકરોનું પણ નથી ચાલતું. કર્મ આગળ તે ચકવર્તીએ અને મહર્ષિએ પણ પામર છે, લાચાર છે.
ત્યારે અભિમાન લઈને ફરવું કે હું જ બધું હંકારું છું અને હું જ બધો ભાર ઉપાડું છું તે જીવનને આડે રસ્તે ચડાવી દેવા જેવું છે.
અને જ્યારે જીવન પોતે જ ક્ષણભંગુર છે ત્યારે અભિમાન શેનું રાખવાનું હોય? કારણ આજે રાખેલું અભિમાન ક્યારે ચકનાચૂર થઈ જશે તેની કોઈને જ ખબર નથી.
For Private And Personal Use Only