________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતનની કેડી હોય કે પ્રમાદમાં હોય ત્યારે આ શત્રુઓ જીવનના તમામ સીમાડાથી દોડી આવીને જીવનમાં અરાજકતા ફેલાવે છે. આ આંતરિક શત્રુઓ આત્માને ગુલામ બનાવી જીવનમાં મન ફાવે તેમ વર્તે છે અને જીવન બિસ્માર અને બરબાદ બની જાય છે.
આઝાદ રાષ્ટ્રને નાગરિક આઝાદી-પ્રિય જ હોય. જીવનને ગુલામીની જંજીરમાં ન બાંધે, ન વ્યસનોના ગુલામ બને. ન વાસનાના દાસ બનો. કષાયાના કેદી ન બને. પ્રમાદને પરાધીન ન થાવ. લેભથી લાચાર ન બને. માથાથી મજબૂર ન બનો.
તમારા જીવનને આઝાદ અને સ્વતંત્ર બનાવવું હોય તે આત્માનું સતત, સાવધ અને જગતપણે રક્ષણ કરે. અધ્યાત્મની એવી કિલ્લેબંધી કરો કે તેને દુગ અને દરવાજા, તેના ગુંબજે અને ગોખલા જોઈને જ શઓ છળી ઊઠે.
જીવનના તમામ ક્ષેત્રે, મનના તમામ તારંગા પર ચમ, નિયમ, સંયમ, સંવેગ, વૈરાગ્યની અડીખમ ચોકી ગોઠવે. અને તેને કાયમી હુકમ આપી રાખો કે શત્રુ દેખાય કે તરત જ તેને ઠાર કરે.
૧૧૮
For Private And Personal Use Only