________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯ જ કારખાનું
જીવનને કારખાનું બનાવવું કે કાળખાનું તે સ્વયં માનવીના જ હાથની વાત છે. જો કે આમ તો માનવશરીર એક જીવંત, ધમધોકાર ધબકતું કારખાનું છે.
આજનો યુગ ઔદ્યોગિક છે. ઔદ્યોગિક યુગમાં કારખાનાનું ઘણું મહત્વ છે. કારખાનામાં થતાં વિવિધ માલના ઉત્પાદનથી રાષ્ટ્રની આબાદી વધે છે. આ કારખાનું તેના માલિકને ધનવાન બનાવે છે તે જ રીતે તેમાં કામ કરતાં હજારે કામદારે અને મજૂરોને પણ રેજી આપે છે.
આ જ કારખાનાંમાં ઉત્પાદન બંધ થઈ જાય તે તે કાળખાનું બની રહે છે. હડતાળમાં માલિક અને મજુરને તેમ જ રાષ્ટ્રને પણ નુકસાન થાય છે. ત્યારે આ જ કારખાનાં કાળખાનાં પણ બની રહે છે.
કેઈ શુભ કર્મનાં ઉદયથી આપણને પાંચ ઈન્દ્રિયોવાળું કારખાનું પ્રાપ્ત થયું છે. સૌભાગ્ય સમજવું જોઈએ કે પૂર્વકૃત પુણ્યથી આ કારખાનું આપણને અપ-ટુ-ડેટ મળ્યું છે.
૧૦૧
For Private And Personal Use Only