________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ધર્મયુગ” અને “ટાઈમ્સ ઓફ ઇન્ડિયા”માં પ્રકાશિત થઈ ચૂકી છે. ડૉ. રાજેન્દ્રપ્રસાદ એ સમયે રાષ્ટ્રપતિ હતા. અને પંડિત જવાહરલાલ નહેરૂ પ્રધાનમંત્રી હતા. બન્ને એ વખતે રાષ્ટ્રપતિ-ભવનમાં ઉપસ્થિત હતા. એક વ્યક્તિએ ડૉ. રાજેન્દ્રપ્રસાદને કહયું “આપ ઉપરના માળે જઈને એક કાગળ ઉપર કાંઈ પણ લખી આવો. હું આપને બતાવી દઈશ કે આપે શું લખ્યું છે?” બરાબર એ જ રીતે કરવામાં આવ્યું. સીલબંધ કવરમાં પોતે લખેલો કાગળ ઉપર જ રાખીને રાષ્ટ્રપતિજી નીચે આવી ગયા. આ વ્યક્તિએ એક કાગળ ઉઠાવીને તે પૂરું મેટર બરાબર એ જ પ્રમાણે લખીને એમના હાથમાં આપી દીધું. જાણે એની કાર્બન કોપી જ હોય પંડિત નહેરુએ પૂછ્યું: ભલા. બતાવો તો ખરા. આ મેટર તમે હૂબહૂ કેવી રીતે લખી આપ્યું” તે વ્યક્તિએ કહયું: “જેમ આપનું એક સાયન્સ (વિજ્ઞાન) છે, તેમ અમારું પણ સાયન્સ છે. અમારું વિજ્ઞાન આપ નહિ સમજી શકો.” પં. નહેરૂજીએ કહયું: “શું તમે મારા મનના વિચારો પકડી શકો છો?” તે માણસે કહયું: “બિલકુલ. જુઓ. હું આપના મનના વિચારોને એક કાગળ ઉપર લખીને આપી દઉ છું. આપ વાંચી લેજો.” એ સમયે નહેરુજીનું મન બહુ ચંચળ હતું. આવા ચંચળ મનને પકડવામાં એ માણસને થોડી મુશ્કેલી જરૂર પડી. પરંતુ કોઈ પણ રીતે નહેરુના મનના વિચારોને તેણે કાગળ ઉપર લખીને આપી દીધા. કાગળ વાંચીને નહેરુજી અત્યંત ચક્તિ થઈ ગયા. એમણે પોતાના મનની એકાએક થયેલી ચંચળતાની વાતનો પણ સ્વીકાર કર્યો. આવી ઘણી વ્યક્તિઓ મારા પરિચયમાં છે, જેમને આવી અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી છે. રાષ્ટ્રપતિ-ભવનની જ બીજી એક ઘટના છે. એ સમયે લાલ બહાદૂર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતા. અને રાષ્ટ્રપતિ પદને શોભાવતા હતા ડૉ. રાધાકૃષ્ણન્. એક પાંચ વર્ષના બાહ્મણ બાળકે ત્યાં સહુની સમક્ષ ઉદાત્ત, અનુદાત્ત સ્વરોની સાથે વેદની અનેક ઋચાઓને મોંઢે સંભળાવી દીધી હતી. એને સઘળા વેદ કંઠસ્થ હતા. મોટા-મોટા પંડિતોએ એ બાળકના મુખેથી ઋચાઓનું ઉચ્ચારણ કુફ સાંભળીને આશ્ચર્ય અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કહયું હતું કે વિક ‘આટલી સરસ રીતે તો વેદના પાઠોને અમે પણ બોલી શકતા નથી. હજી
For Private And Personal Use Only