________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનિત્યતાનો જ સંકેત કરવામાં આવ્યો છે; તેતે પદાર્થોના અભાવનો નહિ, જગતના સઘળા સંબંધો ક્ષણિક છે. સંસારના સમસ્ત સુખો વિનાશી છે. અસ્થિર છે. આ પ્રકારની જાણકારી વૈરાગ્યને મજબૂત બનાવે છે. અને આથી જ એને બ્રહ્મવિધિ – પરમાત્માને મેળવવાનું અથવા જાતે જ પરમાત્મ-સ્વરૂપ બનવાનું સાધન કહેવામાં આવેલું છે.
“વળી સ્વપ્ન સ્વયં સત્ (ભાવરુપ) છે. આથી જ સકળ પદાર્થોને અસત્ (અવિદ્યમાન = અભાવરૂપ) માની શકાય નહિ.
“જો સકળ (સઘળા) પદાર્થો અસત્ (ખોટા) હોય; અભાવરૂપ હોય; તો પછી ચાર વેદોને પણ અસત્ (અવિદ્યમાન) માનવા પડશે. અને જે વેદવાક્યના આધા૨ે તને શંકા જાગી છે તેને પણ અસત્ માનવી પડશે. એ રીતે જો માનીએ તો, તારી શંકા પણ આપોઆપ નિરસ્ત બની જાય છે. નકામી સિદ્ધ થઈ જાય છે.
“આથી જ તે વેદ-વાક્ય અભાવનું સૂચક નથી. પરંતુ અનિત્યતાનો બોધ આપનારું છે. જે પૃથ્વી વગેરે પાંચે મહાભૂત બધાયને પ્રત્યક્ષ દેખાય છે; અને સ્વપ્નની જેમ અસત્ (અભાવરુપ) માનવા એ નર્યું અજ્ઞાન છે.”
આ સાંભળીને મહાપંડિત વ્યક્તે પણ પોતાના પાંચસો વિદ્યાર્થીઓની સાથે આત્મ-સમર્પણ કરી દીધું. અને પ્રભુએ સહુને દીક્ષા આપી. વ્યક્તને પણ પ્રભુએ “ત્રિપદી”નું જ્ઞાન આપીને ચોથા ગણધર તરીકે પ્રસ્થાપિત કર્યા. વ્યક્તજીએ પણ પહેલા ત્રણ ગણધરોની માફક દ્વાદશાંગી”ની રચના કરી. ધન્ય બની ગયું; એમનું જીવન!
वै
પાંચમા મહાપણ્ડિત સુધર્માજી પણ પોતાના પાંચસો વિદ્યાર્થીઓની સાથે પોતાની શંકાનું સમાધાન પ્રાપ્ત કરવા માટે સમવસરણમાં જઇ પહોંચ્યા. એમને જોતાં જ પ્રભુએ કહયું: “હે સુધર્મા! જે વેદવાક્યના આધાર પર તને શંકા થઇ, તે આ પ્રકારે છે: "પુરુષો મૈં પુરુષત્વમશ્રુતે પશુ: પશુત્વમ્ ।।'' આ વાક્યથી તું એમ સમજે છે કે પુરુષ મરીને પર-જન્મમાં પુરુષ જ થાય છે. અને પશુ મરીને નવા જન્મમાં પશુ જ થાય છે. જેમ ઘઉં વાવવાથી ઘઉં જ પેદા થાય છે. અને ચણા વાવવાથી ચણા, આંબો વાવવાથી આંબો મળે છે અને લીંબુ વાવવાથી લીંબુ.
પરંતુ વેદમાં બીજી એક જગ્યાએ કહયું છે: 'શૂરાનો વૈ ખાતે ચ, તે પુરુષો તે ।।'' (જે પુરુષને બાળી નંખાય છે, તે શિયાળ બને છે.) આનાથી સિદ્ધ થાય છે કે પુરુષ પશુ પણ બને છે.
દર
For Private And Personal Use Only