________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શુભકર્મોના ઉદયથી અનુકૂળતાઓ જ પ્રાપ્ત થાય છે એમ નહિ, પરંતુ બિલકુલ ઉલટી બાબતને પણ તે સુલટાવી દે છે. ઊંધું પણ સીધું થઇ જાય છે એક ઉદાહરણ જોઇએ.
કોઇ અનુભવી દ્વારા આ સાંભળ્યું કે આપનો પુણ્યોદય પ્રારંભ થઇ ગયો છે. એટલે એક માણસે સીધા રાજાની પાસે જઇને એમના ગાલે એક તમાચો ઠોકી દીધો. રાજાનો મુગુટ તત્કાળ જમીન ઉપર પડી ગયો. અંગરક્ષકે સિપાઇઓને હુકમ કર્યો કે, “હાથકડી પહેરાવીને આ દુષ્ટને કૈદ કરી લો. કેમકે આણે મહારાજાને અપમાનિત કરીને જે અપરાધ કર્યો છે, એ અક્ષમ્ય છે. દંડ કરવા યોગ્ય છે.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ એ જ વખતે રાજાએ કહયુ: “આ માણસને એક લાખ રૂપિયાનું ઇનામ આપીને એને સન્માનપૂર્વક વિદાય આપો. કેમકે આ માણસે તમાચો મારીને મારો જાન બચાવ્યો છે. સાંજના સમયે માલીએ ફુલોનો ગુલદસ્તો ભેટ આપ્યો હતો. એમાં સાપનું એક બચ્ચુ પેસી ગયું હતું. મેં એ ગુલદસ્તો મારા મુગુટ ઉપર (માથા ઉપર) રાખી દીધો હતો.
“તમાચો લાગતાં જેવો મારો મુગુટ નીચ પડયો કે તરત જ મેં પેલા સાપનું બચ્ચું બહાર નીકળતું જોયું. જો આ માણસે તમાચો મારીને મુગુટ પાડી નાંખ્યો ન હોત તો સાપના બચ્ચાના ડંખથી મારા પ્રાણ નીકળી જાત. આથી જ આ દંડનો નહિ, પણ ઇનામનો અધિકારી છે.”
એક લાખ રૂપિયાનું ઇનામ મેળવીને એ માણસ પ્રસન્નતા પૂર્વક પોતાના ઘરે પાછો ફર્યો.
સૂર્યનો ઉદય જયારે થાય છે, ત્યારે લોકો એને નમસ્કાર કરે છે. પરંતુ જયારે અસ્ત થાય છે, ત્યારે કોઇ એની તરફ ઝાંખતું પણ નથી. અને ન તો કોઇ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે એના શુ હાલ-હવાલ છે?
કહયું છે કે.... त्रिभिर्वर्षैस्त्रिभिर्मासै
એ જ રીતે જયારે શુભ કર્મોનો ઉદય થાય છે; પુણ્યનો ‘રનીંગ પીરીયડ’ ચાલુ હોય છે; ત્યારે બધા લોકો નમસ્કાર કરે છે. સન્માન આપે છે. પરન્તુ જયારે અશુભ કર્મોનો ઉદય થાય છે; પુણ્યરાશિ પૂરી થઇ જાય છે; ત્યારે કોઇ પૂછતું પણ નથી. મિત્ર પણ સામેથી આવતો હશે તો તે પણ મોં છુપાવીને ગલીમાંથી નિકળી જશે, એવા ડરથી કે, “મળતાની સાથે જ એ એની મુશીબતોનાં દોદણાં રડીને કાઇ ને કાંઇ માગશે.'
૫૩
For Private And Personal Use Only