________________
Shri Mahavir Jain Aradhana Kendra
અગર દફનાવી દેશે!
www.kobatirth.org
जब तेरी डोली निकाली जायगी ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विन मुहूरत को उठा ली जायगी ॥
મુહૂર્ત જોયા વગર જ આવ્યા હતા અને મુહૂર્ત જોયા વગર જ જવું પડશે. આપણે કોઇના ઘરે મહેમાન બનીને રહેવામાં જ મઝા છે... જો માલિક બનવાની કોશિષ કરીએ તો બહુ મુશ્કેલીઓ ઊભી થઈ જાય.
શેઠ મફતલાલ આત્મહત્યા કરવા માગતા હતા. કારણ કે માથે દેવું બહુ થઇ ગયું હતું. એ જ સમયે એમના શહેરમાં એક નાટક-મંડળી આવી. એ નાટક એમણે પણ જોયું.
એમાં અંતિમ દૃશ્ય બહુ કરુણ હતું. એમાં નાયકને આત્મહત્યા કરતો દર્શાવાયો હતો. મફતલાલે વિચાર્યું કે જો નાયકની ભૂમિકા મને મળી જાય તો દૃશ્યમાં યથાર્થતા (હકીકતપણું) આવી જાય. અને અભિનયના બદલામાં જે ધન મળશે તેનાથી પિરવારને માથેથી દેવું ઉતરી જશે. આમ પણ મારે મરવું જ છે એટલે નાટકનું એ દૃશ્ય એકદમ સાચકલું લાગશે અને પરિવારને પણ આર્થિક સહાયતા મળી જશે.
આમ વિચારીને મફતલાલ નાટકના ડાયરેક્ટરને મળ્યા. અને તેમની સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી: “તમે મને ફક્ત દસ હજાર રૂપિયા આપો... નાયક બનીને હું ખરેખર આત્મ-હત્યા કરી નાંખીશ, આથી તમારું અંતિમ દૃશ્ય પણ એકદમ જીવંત બની જશે. મારા મરણ પછી પૈસા મારા પરિવારને પહોંચાડી દેજો. હું મારી ઇચ્છાથી મરી રહયો છું. એવો કાગળ લખીને મારા ખિસ્સામાં મૂકી દઇશ. એટલે પોલિસ તમને વધુ પરેશાન નહિ કરે.” ડાયરેક્ટરે કહયું: “ભાઇ! તમારો પ્રસ્તાવ તો બહુ સારો છે. પણ આજની પબ્લિકનો સ્વભાવ બહુ વિચિત્ર હોય છે. રખેને તમારા અદ્ભુત દુખાન્ત શ્ય જોઇને દર્શકો પ્રસન્ન બની જાય અને મને આદેશ આપે કે “વન્સ મોર!” તો વિચારો... હું તમારા જેવો બીજો માણસ કયાંથી લાવું? માટે મને માફ કરો... મને તમારા મૃત્યુની જરૂર નથી...”
કહેવાનો આશય એ છે કે તમે સ્વેચ્છાથી મરવા ઇચ્છો તો પણ મરી શકતા નથી. બજારમાં ઝેર પણ અસલી મળતું નથી. જન્મ અને મૃત્યુ આ બન્ને કાર્યો કર્મ અનુસાર એના નિશ્ચિત સમયે જ મળે છે.
પ્રભુ મહાવીરે પણ સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટે સાડા બાર વર્ષ સુધી ધોર પરિષો (કષ્ટો) સહન કરવા પડયા હતા. કેમ? કર્મના કારણે.
૪૩
For Private And Personal Use Only