________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TRY
=
=
શ્રી ઇન્દ્રભૂતિને આત્માના વિષયમાં સન્દહ હતો. પરન્તુ આ સહ જ આત્માના અસ્વિને પ્રમાણિત કરી દે છે. કારણ કે જે વસ્તુનો સન્દહ હોય તે વસ્તુનું અસ્તિત્વ કયાંક ને કયાંક જરૂર હોય છે. રાત્રે દૂરથી કોઈ આવતું હોય તો આપણને સદેહ થાય છે કે: 'આવનાર માણસ હશે કે પશુ?” ચમકતી કોઈ વસ્તુને જોઈને એવો સન્દહ થાય છે કે આ ચાંદી હશે કે છીપ?” અથવા આછા અંધકારમાં રસ્તામાં પડેલી લાંબી વસ્તુને જોઈને એ સન્દહ થાય છે કે: “આ દોરડું હશે કે સાપ?” આ બધા સહોમાં મનુષ્ય, પશુ, ચાંદી, છીપ, દોરડું અને સાપ આ બધાનું અસ્તિત્વ કયાંક ને કયાંક જરૂર છે. જો આત્માના અસ્તિત્વનો અભાવ હોત તો ઈન્દ્રભૂતિને એના વિષે સન્દહ હોત જ નહિ. જેમ સંદેહ જ્ઞાનનો પ્રકાર છે, એ જ રીતે સ્મૃતિ, ઇચ્છા, તર્ક, જિજ્ઞાસા, બોધ, વગેરે પણ જ્ઞાનના પ્રકાર છે. જ્ઞાન એક ગુહા છે. ગુણ “ગુણી’ વગર રહી શકતો નથી. ગુણ હોય તો “ગુણી અવશ્ય હોવો જોઈએ... અને એ ગુણી એટલે જ આત્મા. મડદામાં હર્ષશોક, સુખ-દુ:ખ વગેરેનો અનુભવ થતો નથી. આ અનુભવ જેને થાય છે એ જ આત્મા છે. લાશનું શરીર પણ જીવિત પ્રાણી જેવું જ હોય છે. પણ એ કોઈ કાર્ય કરી શકતું નથી. આત્માનો અભાવ જ એને નિષ્ક્રિય બનાવી દે છે. હું હતો. હું છું અને હું હોઈશ.” આ પ્રકારની તૈકાલિક (ત્રણ કાળ સમ્બન્ધી) પ્રતીતિ સૌને થાય છે. એ પણ આત્માના અસ્તિત્વને પ્રામાણિત કરે છે. ઘડો નથી' આ વાક્ય જ ઘડાના અસ્તિત્વનું પ્રમાણ પ્રસ્તુત કરે છે. કારણ કે ઘડો ભલે ઘરમાં નથી પણ કુંભારને ત્યાં તો છે જ. એ જ રીતે “આત્મા નથી” એ વાક્ય જ આત્માના અસ્તિત્વનું પ્રમાણ પ્રસ્તુત કરે છે. કારણ કે જડ પદાર્થમાં કે મડદામાં ભલે આત્મા નથી. જીવતા પ્રાણીઓના શરીરમાં તો એ છે જ. જેવી રીતે મુખમાંથી નીકળેલો શબ્દ સંભળાય છે. પણ દેખાતો નથી. એ જ રીતે આત્મા અરૂપી (અમૂત) હોવાથી દેખાતો નથી. પરંતુ એનો અનુભવ તો થતો રહે છે.
અમાસના પ્રગાઢ અંધકારમાં, જયાં આપણું શરીર પણ આપણે જોઈ શકતા છે નથી, ત્યાં પણ હું છું.” એવો અનુભવ તો થાય જ છે. આ જ આત્માની હક
૩૩
For Private And Personal Use Only