________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણ ફૂંકાશે. અને એ તરત પાસ થઈ જશે.” એટલું કરીને નેતાજીએ ચાલવા માંડયું. થોડી વાર રહીને ત્યાં એક ધર્મશ્રદ્ધાળુ ભક્ત આવી પહોંચ્યો. કૂવામાંથી બચાવો.. બચાવો'ની બૂમ સાંભળીને એણે ખભા પરથી રસ્સી ઉતારીને કૂવામાં નાંખી અને શેઠને કહયું: “તમે રસ્સીને બરાબર જોરથી પકડી લો. હું તમને ખેંચીને બહાર કાઢું છું. અમારા ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે કૂવામાં પડેલા માણસને બહાર કાઢવાથી ઘણું પુણ્ય મળે છે. સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વર્ષોથી હું ખભે આ દોરડાનો ભાર ઊંચકીને રખડતો રહયો છું. હજારો કૂવાઓ પાસેથી પસાર થયો હોઈશ પણ કોઈ કૂવામાં માણસ પડેલો દેખાયો નહિ. આજે પહેલા તમે જ મળ્યા. હું ધન્ય બની ગયો મારું જીવન સફળ થઈ ગયું. મારી મહેનત ફળી.” “ધન્યવાદ!” કહીને શેઠજીએ દોરડું પકડી લીધું.શ્રદ્ધાળુએ શેઠને ખેંચીને બહાર કાઢયા. શેઠ રાહતનો શ્વાસ લઈ રહયા હતા. ત્યાં જ પેલા શ્રદ્ધાળુએ એમને ફરીથી ધક્કો મારીને કૂવામાં નાંખી દીધા. શેઠજીએ પૂછયું “અરે ભાઈ! મને કૂવામાં નાંખવો જ હતો, તો પછી બહાર કાઢયો શા માટે? શ્રદ્ધાળું બોલ્યો: “બીજી વાર બહાર કાઢવા માટે... આ રીતે તમને હું અનેક વાર કૂવામાં નાખીને બહાર કાઢીશ. જેથી સ્વર્ગમાં મારી “સીટ પાકી થઈ જાય. સુનિશ્ચિત બની જાય.” શેઠજી બોલ્યાઃ પરંતુ હું તો ઘાયલ થઈ જઈશ. અથડાઈ-કૂટાઈને મરી જઈશ.” તમારા ઘાયલ થવાની કે મરવાની અહી પરવા કરે જ છે કોણ? મારે તો પુણ્ય કમાવવું છે. સ્વર્ગમાં જવું છે... માંડ માંડ આવી તક મળી છે. એને હું શા માટે હાથમાંથી જવા દઉ” આ છે શબ્દોની ઉલઝન.... તમે જાણો છો? વેદ, ગીતા, કુરાન, બાઈબલ, પિટક વગેરે કોઈ પણ ધર્મગ્રન્થ આપણને પવિત્ર કેમ બનાવી શકતા નથી? શબ્દોની ઉલઝન જ આનું એક માત્ર કારણ છે. શબ્દોમાં છુપાયેલા પ્રાણતત્ત્વને આપણે સ્પર્શી શક્તા નથી. શ્રી ઈન્દ્રભૂતિને પણ વેદના શબ્દોનો પરિચય હતો પરંતુ એના તત્ત્વાર્થનો બોધ ન હતો. આથી જ પરસ્પરના વિરોધી વાક્યોની ઉલઝનમાં પડી ગયા. પ્રભુનો સમ્પર્ક થયો ન હોત તો તેઓ જીવનભર આ ઉલઝનમાં જ પડ્યા , રહેતા
૨૫
For Private And Personal Use Only