________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{
.
.
.
Tછેઆજથી અમે કયારે ય પરસ્પર અહંકારના કારણે સંઘર્ષ (ઝઘડો) નહિ દા
કરીએ. એક-બીજાના પૂરક બનીને આપના દ્વારા સોંપાયેલા દરેક કાર્યને સંપીને-મળીને કરતા રહીશું. તમને કોઈ પ્રકારનું કષ્ટ પડવા દઈશું નહિ અને સદા સંગઠિત રહીશું.” નોટિસનો જવાબ મળ્યા બાદ શેઠ આત્મારામ ખૂબ સંતોષ પામ્યા. તમે જરા તમારા શરીર તરફ જુઓ તો ખરાઆ પ્રાકૃતિક રચના ઉપર ધ્યાન આપો.. પ્રત્યેક અંગ કેટલું સંતુલિત છો! કેટલું વિનીત છે! પરોપકારપરાયણ
છો!
ચાલતી વખતે પગમાં કાંટો ભોકાઈ જાય ત્યારે હાથ પોતાની પાંચે આંગળીઓ દ્વારા સહસા કાંટો બહાર ખેંચી કાઢવા પ્રવૃત્ત થઈ જાય છે. એ સમયે તે પગના આમત્રણની રાહ જોતો નથી. વગર બોલાવ્યું શા માટે જાઉ? એવો ઘમંડ એ વખતે એના મનમાં નથી હોતો. પરોપકારના પ્રસંગે આમત્રણની પ્રતીક્ષા કે અપેક્ષા કેવી? હાથ કાંટો કાઢવા પહોંચે છે ત્યારે આંખ પણ પોતાની ટોચથી કાંટો વાગ્યો છે એ સ્થાન બરાબર બતાવે છે. મને પણ પોતાની ચંચળતાને છોડીને એ સ્થાન પર કેન્દ્રિત થઈ જાય છે. એ વિચારવા માંડે છે કે હું કેવી રીતે શરીરના દર્દીનિવારણનો ઉપાય શોધી કાઢે? અને મારી સાર્થકતાને પ્રગટ કરું? કેવી એકાગ્રતા છે! કેવી એકતા છે. કેવી મંગલ ભાવના છે!! અહંકારના હાથી પરથી નીચે ઉતર્યા વગર આવી પરોપકાર-વૃત્તિ પ્રગટ થતી નથી. જયાં અભિમાન હોય ત્યાં અરિહંતની ભક્તિનો લાભ મળી શકતો નથી. કહયું છે કે:
लघुता से प्रभुता मिले;
प्रभुता से प्रभु दूर।
ચાલતી વખતે ડાબો પગ આગળ વધીને પછી અટકી જાય છે. બીજા પગને કહે છે: “ભાઈ! જમણા! તને છોડીને હું આગળ વધવા નથી માંગતો; તું આગળ ચાલ.' પછી જમણો પગ પણ એ જ રીતે આગળ વધીને અટકી જાય છે. અને ડાબા પગને પ્રાર્થના કરે છે: “ભાઈ! તમારે જ આગળ વધવું જોઈએ... પહેલા તમે ચાલો. પછી હું આવીશ.”
જોયો. બન્ને પગ વચ્ચેનો પ્રેમ ક્યારે ય કોઈ સંઘર્ષ કે ઝઘડો થાય છે, બે . વચ્ચે? બન્ને પરસ્પર પૂરક બનીને શરીરને લક્ષ્ય સુધી પહોંચાડી દે છે.
૧૮
C
ઇ
For Private And Personal Use Only