________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''રિ સિત્તશી ગાનારા Ig,
___ तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परामू गणितं यदि स्यात्,
गणेयन्नशेषगुणोऽपि स स्यात् ॥ “જો ત્રણે લોકના તમામ પ્રાણીઓ ગણવા મંડી પડે અને ગણતાં ગણતાં કોઈનું મૃત્યુ થાય જ નહિ તથા જો પરાર્ધની ઉપરની સંખ્યા (ગણિત) હોય તો પણ પ્રભુ મહાવીરદેવના સમસ્ત ગુણોની ગણતરી થઈ શકે નહિ.” આ સાંભળીને તો બિચારા ઈન્દ્રભૂતિની હાલત? વધારે ખરાબ થઈ ગઈ. જાણે કોઈએ ખુલ્લા ઘા ઉપર મીઠું છાંટી દીધું. અહંકાર અને ઈર્ષાના કારણે પહેલેથી એમનું મન ઘાયલ હતું. ઉપરથી દેવના મુખેથી પોતાના બદલે બીજાની પ્રશંસા સાંભળતાં મન વધારે અશાત્ત બની ગયું. આકુળ-વ્યાકુળ બની ગયું. ઇન્દ્રભૂતિને હવે ચોક્કસ એમ લાગવા માંડયું કે, “આ કોઈ મહાપૂર્ત લાગે છે. માયાનું મન્દિર છે.. જોરદાર જાદૂગર છે. આ કોઈ સામાન્ય માણસ નથી લાગતો. નહિ તો આટલી મોટી સંખ્યામાં લોકોને અને દેવોને કેવી રીતે ભ્રમમાં નાંખી શકે? કેવી રીતે આટલા બધાને મોહિત કરી શકે? “આવા સર્વજ્ઞની હાજરીને હું હવે વધુ વાર સહન કરી શકું તેમ નથી. શું એક આકાશમાં કદી પણ બે સૂર્ય રહી શકે ખરા? જંગલની એક ગુફામાં શું બે સિંહ રહી શકે ખરા? એક મ્યાનમાં શું બે તલવાર રહી શકે? કદાપિં નહિ. હું હમણાં જ જાઉ છું અને એને વાદમાં પરાજિત કરી નાખું છું. “જો કે એણે મને વાદ કરવા માટે આમત્રણ નથી આપ્યું પણ તેથી શું થયું? અન્ધકારનો નાશ કરવા માટે સૂર્ય કોઈના આમત્રણની રાહ જોતો નથી. “અગ્નિને સ્પર્શ કરનારા હાથને અંગારા કદી માફ નથી કરતા... આક્રમણ કરનાર શત્રુને ક્ષત્રિય કદી ક્ષમા નથી કરતો. કેશવાળી પકડીને ખેંચનારા કોઈને પણ સિંહ કદી સહન નથી કરતો... એ જ રીતે હું પણ બીજા કોઈની સર્વજ્ઞતાને સહન કરું તેમ નથી. “મોટા-મોટા દિગ્વિજયી પંડિતોને પરાજિત કરનારા મારા જેવા મહાપડિતની સામે આ મહાવીરની શી વિસાત? મોટા-મોટા વૃક્ષોને ઉખેડી નાખનારા વાવંટોળની સામે એક તણખલાની શી કિમ્મત? જે નદીના પૂરના પ્રવાહમાં મોટા-મોટા હાથીઓ તણાઈ ગયા, આ નાનકડી કીડીની શી વિસાત? “વર્ષો પહેલાં હું દિગ્વિજય કરી ચૂક્યો છું. એ પછી તો કોઈ પંડિત મારી છે
Cી
દર
For Private And Personal Use Only