________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री शंखेश्वर - पार्श्वनाथाय नमः ॥
પરમાત્મા મહાવીરદેવના ઈન્દ્રભૂતિ વગેરે અગિયાર મુખ્ય શિષ્યો હતા. જેઓ ગણધર તરીકે સુપ્રસિદ્ધ થયા હતા. પ્રભુના શિષ્યો બન્યા એ પહેલાં પ્રત્યેકના મનમાં વેદવાક્યો વિષે એક-એક શંકા હતી. પ્રથમ મુલાકાત દરમ્યાન પરમાત્માએ આ પ્રત્યેક બાહ્મણ-વિદ્વાનોની શંકાનું સુન્દર સમાધાન કર્યું. જે ગણધરવાદ' ના નામે પ્રસિદ્ધ છે. પ્રાચીનકાળમાં અપાપા નામની એક મહાનગરી હતી. જે હાલ 'પાવાપુરી તરીકે ઓળખાય છે. એમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એક વાર એણે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે એણે ઉત્તમ બ્રાહ્મણ પડિતોને બોલાવ્યા હતા. જેઓ કુલ અગિયાર હતા. પ્રત્યેક પંડિતનો પોતાનો છાત્રસંધ ( શિષ્ય-સમુદાયો હતો. બધા પંડિતોના મળીને કુલ ચુમ્માળીસસો શિષ્યો હતા. યજ્ઞનુષ્ઠાનમાં એ બધા પણ આવ્યા હતા. યજ્ઞ મંડપમાં જોરદાર અવરજવર હતી. યજ્ઞશાળામાં પધારેલા આ વેદપાઠી મહાપંડિતોના નામ ક્રમશ: આ પ્રમાણે હતા. (૧) ઇન્દ્રભૂતિ (૨) અગ્નિભૂતિ (૩) વાયુભૂતિ (૪) વ્યક્ત (૫) સુધમ (૬) મડિત (૭) મૌર્યપુત્ર (૮) કમિત (૯) અચલભ્રાતા (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ. વેદના વાક્યો અંગે દરેકના મનમાં એક-એક શંકા હતી, છતાં એ બધા પોત-પોતાને ‘સર્વજ્ઞ સમજતા હતા. અહંકારને આધીન તેઓ બીજાઓની સમક્ષ કદાપિ પોતાની શંકા પ્રગટ કરતા ડરતા હતા. રખે ને કોઈ એમની શંકાનું સમાધાન કરી નાંખે તો તેનાથી પોતાની લઘુતા” અને સમાધાન કરનારને ગુરુતાનો સિકકો લાગી જાય!!! જો તેઓ કોઈને પ્રશ્ન પૂછે તો લોકો તેમને અલ્પજ્ઞ સમજે અને તેમની સર્વજ્ઞતાના અભિમાનને ઠેસ પહોંચે. અરે! તેઓ પરસ્પર એક-બીજાને પણ પોતાની શંકા જણાવત તો અંદરોઅન્દર એક-બીજા દ્વારા જ પોત-પોતાના શંકાઓનું સમાધાન થઈ જાત. કારણ કે સૌની શંકાઓ અલગ અલગ હતી.
-
For Private And Personal Use Only