________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર થશે. એમ જણાવી આજ્ઞા આપી. મુનિશ્રી ઉત્તમસાગરજીને માંડલીયા ગ કરાવવા અદ્ધિસાગરજીને આજ્ઞા આપી તેથી તેમને તે વૈગ કરાવી. વડી દીક્ષા માટે પાટણ પન્યાસ સંપતવિજયજી પાસે ઋદ્ધિસાગરજીની સાથે મોકલ્યા. ત્યાં સંવત ૧૯©ન્ના માગશર સુદી ૧૦ ના દિવસે રવીને ઉત્તમ સાગરજીને વડી દીક્ષા આપી પૂજ્ય ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગ૨જીના શિષ્ય કર્યા. ત્યાંથી મહેસાણે પાછા આવ્યા. મહેસાણામાં ભાખરીયા કુટુંબે મહામહોત્સવ પૂર્વક ગુરૂમહારાજાની સમક્ષ ઉજમણું કર્યું. અનવરની મહાપૂજાએ આઠ દીવસ ભણાવી. શાન્તિસ્નાત્ર વિગેરે ધર્મોદ્યોતક કાર્યો કર્યા. ત્યાર પછી ગુરૂદેવ માગસર વદમાં મહેસાણાથી તીર્થયાત્રા કરતા ભવ્યાત્માઓને ઉપદેશ આપી ધર્મમાં સ્થિરતા તથા ક્રિયાનુકાનમાં પ્રવૃત્તિ કરાવતા ગેધાવી થઈ સાણંદ પધાર્યા.
સાણંદ સંઘે ગુરૂમહારાજને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. સંઘે ગુરૂમહારાજના વરદુડતે પદ્મપ્રભુ
નવરની પાછળ પરઘરની પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરાવી. મુનિ શ્રી જયસાગરજીને સિદ્ધાચલ તીર્થની યાત્રાને મને. રથ થવાથી ઋદ્ધિસાગરજીની સાથે પાલીતાણા જવા અનુમતિ આપી. તેથી મેરૈયા, બાવળા, કેઠ ગાંગડ, ઉતેળીયા, ફેદરા, ધંધુકા, બરવાળા, વળા વિગેરે ગામોમાં વિહાર કરતા શ્રાવકેને ઉપદેશ આપતા મહા સુદી ૫ ના દિવસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં પ્રાયઃ એકમાસ રહી પરમાત્મા ઇષભદેવની યાત્રા કરી સાથે રહેલા શ્રી લાભવિજયજી પંચાસજીની પ્રેરણાથી ઠાણુગ સમવાયાંગ વિગેરે યોગનું ઉદવાહન કર્યું.
For Private And Personal Use Only