SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ગુરૂદેવે મેઘ સમાન ગંભીર સ્વરપૂર્વક અમૃતને વર્ષાવતી વાણથી નીતિ ધર્મ દર્શન આત્મબંધને ઉત્પન્ન કરનારી દેશના એકધારી ત્રણ કલાક સુધી આપી. શ્રોતાવર્ગો ગુરૂના ગંભીર તતવમય ઉપદેશ સાંભળતાં. આશ્ચર્ય પૂર્વક જૈનધર્મથી અપૂર્વતા જોઈ મસ્તકે ધૂણાવ્યાં. મહારાજા શ્રી સયાજીરાવ પણ અત્યંત ખુશ થયા અને ગુરૂદેવને એક દિવસ ધમ ચર્ચા કરવા સારૂં ફરીથી પધારવાનું આમંત્રણ આપ્યું. અનેક વખત ગવદભાઈ સુબા તથા મનુભાઈ દિવાન તથા સંપતરાવ ગાયકવાડ વિગેરે ગુરૂશ્રીના દર્શન કરવા અને ધર્મચર્ચા કરવા આવ્યા. આ બધામાં કવિ શ્રી લલિત પણ આવતા હતા. પાદરા સંઘની વિનંતિ ઘણું આગ્રહ પૂર્વક થતાં ગુરૂદેવ પાદરા પધાર્યા. પેથાપુર સંઘની પણ આગ્રહભરી વિનંતિ હતી. એટલે ઋદ્ધિસાગરજીને પેથાપુર જવા આજ્ઞા કરી. અને પન્યાસજી શ્રી અજીતસાગરજીને પાલણપુરના સંઘે વિનંતિ કરતાં તેઓને પાલણપુર જવા આજ્ઞા આપી. | સંવત ૧૯૭૫ના માસામાં પાદરામાં ગુરૂદેવની સાથે મુનિ શ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, જયસાગરજી, વિગેરે સાધુ સમુદાય હતે. શ્રી કીર્તિસાગરજીને ન્યાયમાં તર્ક સંગ્રહ સુક્તાવલી દીકરી વિગેરે ન્યાય ગ્રંથને અભ્યાસ થ. મુનિ શ્રી ઋદ્ધિસાગરજી સ્યાદવાદ મંજરી પ્રયાણુનયતત્વા, લકરત્નાકરાવતારિકા વિગેરે ગ્રંથ તથા સૂયગડાંગ ઉત્તરાધ્યયન ટીકા વિગેરેને અનુભવ વાંચન વડે કરવા લાગ્યા. પેથાપુરમાં For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy