________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
હું ભોગવું છું, આવો જે અનુભવ થાય છે તે ભ્રમરૂપ નથી. જો ભ્રમરૂપ માનવામાં આવે તો આત્મા છે એવો અનુભવ પણ ભ્રમરૂપ કેમ ન ગણાય? અને જો તે પણ ભ્રમરૂપ ગણાય છે એમ સ્વીકારશો તો શૂન્યવાદનું શરણુ લેવું પડશે. માટે આત્માને કર્મનો કર્તા સદાકાલ માનવો જોઇએ. કર્મ કરવાનો તેનો મૂળ સ્વભાવ હોવાથી તે કદી કર્મરહિત થતો નથી. જેનો અનાદિકાળથી કર્યું કરવાનો સ્વભાવ છે તે સ્વભાવ કદી છૂટે નહિ.
અકર્તૃવાદી—હૈ કર્જ઼વાદિન ! જડનો કર્તા જે આત્મા માનીએ તો આત્મા પણ જડ થઈ જાય. આત્મા પોતાના સ્વરૂપની ક્રિયા છોડીને અન્ય કર્મની ક્રિયા કરવા જાય તો જડ બની જાય માટે આત્મા કર્મનો કર્તા નથી, કર્મનો કર્તા આત્મા છે એમ માનવું તે તો કેવલ ભ્રમ છે. અગ્નિ જે જલની ક્રિયા કરે તો અગ્નિ કહેવાય નહીં. તેમજ જલ જો અગ્નિની ક્રિયા કરે તો જલ કહેવાય નહીં. જ્યારે આ પ્રમાણે દૃષ્ટાંતોથી પણ આત્મા અકર્તા સિદ્ધ થાય છે ત્યારે કર્મક્રિયાનો કર્તા કેમ માનવો જોઇએ? હું કાઁ છું, ભોક્તા છું, એ તો કેવલ ભ્રમમાત્ર છે.
કર્જ઼વાદી—હે અકર્તુવાદિન! આત્મા જ્યાંસુધી સંસારમાં રહે છે ત્યાંસુધી કર્મનો કર્તા જાણવો. કર્મપરમાણુઓને ખેંચવાની શક્તિ જો આમામાં ન માનવામાં આવે તો આત્માને સુખદુ:ખ ઘટે નહીં. કદાપિ એમ કહેવામાં આવશે કે સુખદુ:ખ થાય છે તેપણ ભ્રમ છે તો પૂર્વપ્રમાણે કહીશું કે આત્માને ભ્રમરૂપ કેમ માનતા નથી. જ્યારે આત્મા સિદ્ધ થાય છે ત્યારે તેની સાથે લાગેલું કર્મ પણ સિદ્ધ થાય છે. જો કર્મ ન લાગેલું માનીએ તો નીતિ, તપ, જપ, જ્ઞાન, અને ધ્યાન વગેરે કરવાની જરૂર કંઈ પણ રહે નહિ. શુભાશુભકર્મવિના જગત્માં ન્યાય અને અન્યાયની પણ સિદ્ધિ
થાય નહીં.
ઇત્યાદિ કર્મનો કર્ત્તવાદી અને અકર્તૃવાદી પોતપોતાની યુક્તિથી અને અનેક વિકલ્પોથી એકબીજાનું એવી રીતે ખંડન કરે છે કે, જેનો પાર આવે નહિ ત્યારે જૈનદર્શન સાપેક્ષાએ કર્મનું કર્તાપણું અને અકર્તાપણું સ્વીકારે છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા છે. વ્યવહારનયના છ ભેદ છે. તે છની અપેક્ષાએ જુદી જુદી રીતે આત્મા કર્યાં છે. તેમજ શુદ્ઘનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા નથી. જ્યાંસુધી કર્મના હેતુઓને આત્મા અવલંબે છે. તાવત્ કર્મનો કર્યાં કહેવાય છે, વ્યવહારનય છે તે કર્મ અને આત્માના સંયોગને ગ્રહણ કરે છે, તેથી વ્યવહારનયમતથી કર્મનો કર્તો આત્મા કહેવાય છે. શુદ્ધનિશ્ચયનય ફક્ત એક આત્માનાજ સ્વરૂપને ગ્રહણ ફરે છે માટે શુદ્ઘનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મનો કર્તા નથી. આમ
For Private And Personal Use Only