________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષ મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી રચિત
યોગદીપક.
યાને યોગસમાધિ. अथ योगदीपकः प्रारभ्यते.
मङ्गलम्. नमः श्रीवर्द्धमानाय-सर्वदोषप्रणाशिने । केवलज्ञानसूर्याय-लोकपूज्याय तायिने ॥१॥
શબ્દાર્થ:–રક્ષણ કરનાર, લોકમાં પૂજ્ય, કેવલજ્ઞાનરૂપ સૂર્ય, સર્વ દોષને નાશ કરનાર, એવા શ્રી વર્ધમાન નામના ચોવીસમા તીર્થંકરને નમસ્કાર થાઓ.
પરમાર્થ:--ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામીએ ધર્મદેશના આપી જગતનો ઉદ્ધાર કર્યો છે. આર્યભરતક્ષેત્રમાં ચૈત્ર શુદી ૧૩ ના દીવસે ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ્યા હતા. ક્ષત્રિયવંશી સિદ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલા ક્ષત્રિયાણીના પેટે અવતર્યા હતા. જન્મતાંજ ચોસઠ ઇન્દ્રોએ મેરૂપર્વત ઉપર તેમને જન્માભિષેક કર્યો હતો. બાલ્યાવસ્થામાં ત્રણ જ્ઞાન સહિત હતા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન-તેમાં પચ્ચઈન્દ્રિયો અને છઠ્ઠા મનથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને મતિજ્ઞાન કહે છે – દ્વાદશાંગીનું જે જ્ઞાન તેને શ્રુતજ્ઞાન કહે છે. ઈદ્રિયોની મદદ વિના આમાના પ્રદેશોથી રૂપીપદાર્થનું જે જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. પૂર્વકર્મના ઉદયે બાલ્યાવસ્થામાં અનેક પ્રકારનાં શાતા વેદનીય સુખ ભોગવતા હતા. યુવાવસ્થામાં યશોદા રાણુની સાથે પરણ્યા હતા. તેમને એક પુત્રી થઈ હતી. અઠ્ઠાવીશ વર્ષે શ્રી વિરપ્રભુનાં માતા અને પિતા સ્વર્ગસ્થ થયાં. ત્રીશ વર્ષે ભગવાને ઈન્દ્રો અને રાજાઓએ કરેલા ઉત્સવપૂર્વક દીક્ષા અંગીકાર કરી. બાર વર્ષ પર્યત ધ્યાન તપશ્ચર્યા કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. બેતાલીશમા વર્ષથી શ્રી મહાવીર પ્રભુ સર્વશ થઈ ઇન્દ્રરચિત સમવસરણમાં બેસી ઉપદેશ દેવા લાગ્યા. ચતુર્વિધસંઘની સ્થાપના કરી. શ્રી મહાવીર
For Private And Personal Use Only