________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) सद्गुरोः सङ्गतिं भव्यां, सम्यक्त्वं निश्चलं शुभम् । शान्ति तुष्टिं च पुष्टिं च, प्राप्नुवन्तु जनाः सदा ॥१०८ ॥ षड्लेश्यानिधिचन्द्राब्दे, चैत्रमासे सुखप्रदे । एकादश्यां सितेपक्षे, जनानां शान्तिकारकः ॥१०९॥ श्रीयुत डुम्मसग्रामे, बुद्ध्यब्धिसाधुना शुभः । अष्टोत्तरशतश्लोकः, कृतो योगप्रदीपकः ॥ ११० ॥ युग्मम्
ભાવાર્થ –સર્વ મનુષ્યો સુખને પામે. ઉત્તમ જૈનધર્મની વૃદ્ધિ થાઓ. દોષોનો સર્વ પ્રકારે નાશ થાઓ અને પદે પદે મંગલની પ્રાપ્તિ થાઓ. શ્રી સગુરૂની સંગતિનો લાભ થાઓ અને મનુષ્યો શુભ નિશ્ચલ સમ્યકત્વ તથા શાંતિ, સુષ્ટિ, અને પુષ્ટિને સદા પામો.
સં. ૧૮૬૬ ના ચૈત્ર સુદી એકાદશીના રોજ સુરત પાસેના ડુમ્મસ ગામમાં જનોને શાંતિકારક એવો એકશો ને આઠ શ્લોકોવડે બુદ્ધિસાગર સાધુએ ગપ્રદીપ ગ્રંથ રચ્યો. સંવત ૧૯૬૬ ના મહા વદી ૧૩ તેરસે સુરતમાં આવાગમ થયું ત્યાંથી શેઠ લલુભાઈ ધર્મચંદ, શેઠ જીવણચંદ ધર્મચંદ, શેઠ ફકીરચંદ નગીનદાસ તથા હીરાચંદ વગેરે સુરતના ઝવેરી જનોની વિનંતિથી ડુમ્મસ ગામમાં આંબીલતપની ઓળી કરાવવા ગમન થયું અને ત્યાં આ મૂળ ગ્રંથ કર્યો. હવે ગુર્જર ભાષા વિવેચનનું અન્ય સમાપ્તિમંગલ કરે છે.
श्लोकाः द्वीपरसाङ्कधरणी-प्रमिते वत्सरे शुभे । . चैत्रमासे सितेपक्षे, चैकादश्यां दिने रवौ ॥१॥ मोहमय्यां स्थितिं कृत्वा, बुद्धिसागरसाधुना । योगप्रदीपशास्त्रस्य, भाषायां विवृतिः कृता ॥२॥ एतद्योगप्रदीपस्य, श्रोतृवाचकवर्गयोः। जायतां ज्ञानसम्पत्तिः, पूर्णा विजयसम्पदः ॥३॥
» શરિતઃ શાન્તિઃ શાનિત..
For Private And Personal Use Only