________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
જગમાં સર્વ પ્રકારનાં પાપ આચરે છે. જે જડ વસ્તુઓમાં સુખ નથી તેમાં સુખની ભ્રાંતિથી મૂઢ પુરૂષો કદી સુખ પામવા સમર્થ થતા નથી. અહં અને મમત્વથી સંસારમાં તન્મય બની ગએલા મૂઢ પુરૂષો દુઃખના સ્થાનભૂત થાય છે. મમત્વભાવથી જીવો જે દુઃખ પામે છે, તેનું વર્ણન કરી શકાય તેમ નથી. જો જડ પદાર્થોમાંથી હું અને મારાપણાની ભ્રાંતિ નીકળી જાય છે તો સર્વ દુઃખોનો અન્ત આવે છે. અહં મમત્વથી મૂઢ પુરૂષો સદાકાલ સ્વાર્થબુદ્ધિને ધારણ કરે છે અને સ્વાર્થબુદ્ધિથી અનેક જીવોને હણે છે. સ્વા ચૈત્રુદ્ધિથી પ્રથમ તો પોતાના આત્માને છેતરવામાં આવે છે. અન્યના પ્રાણને હણુતાં પહેલાં સ્વાર્થમુદ્ધિથી પોતાના ગુણોનો નાશ થાય છે. સ્વાર્થબુદ્ધિમાં તન્મય અની ગએલા મનુષ્યો પરમાર્થતત્ત્વનો વિચાર કરી શકતા નથી. ગમે તે પ્રાણીનો નાશ થાઓ પણ પોતાનું પેટ ભરાઓ એમ સ્વાર્થીઓના હૃદયનું સાધ્યબિન્દુ વર્તે છે. અજ્ઞાનિ જીવોની સ્વાર્થમુદ્ધિ હલકામાં હલકી હોય છે, તેઓ પોતાના સ્વાર્થની આગળ કશું જોતા નથી. તેઓ સ્વાર્થમુદ્ધિથી ગમે તેવું અકૃત્ય કરે છે પણ સુખનું બિન્દુ માત્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી અને ઉલટા અનેક પ્રકારનાં સંકટોમાં ફસાય છે. પ્રાણનો નાશ કરે છે અને પશુ કરતાં પણ અધમ જીવન પૂર્ણ કરે છે. એવા અધમ મૃદ્ધ પુો ચોરીનું કર્મ કરે છે અને પોતાની જીંદગી, ચિન્તા, ભય અને હિંસા, વગેરેમાં પૂર્ણ કરી પરભવમાં પણ દુર્ગતિના ભોક્તા અને છે. તેવા મૂઢ પુરૂષો આ ભવમાં પણ સુખી થતા નથી. તેવાઓ પરભવમાં પણ મહા દુઃખ પામે તેમાં કંઇ આશ્ચર્ય નથી. મૂઢ પુરૂષો, જડતાના યોગે બાહ્યદૃષ્ટિના યોગ અન્ય મનુષ્યોપર દ્વેષબુદ્ધિ ધારણ કરે છે, પોતાના સુખને માટે સજ્જન પુરૂષોને પણ છેતરે છે, પણ તેથી પોતાને ખરૂં આત્મિક સુખ મળતું નથી અને ઉલટા અન્યોને છેતરવાથી હૃદયની મલીનતામાં વધારો કરે છે અને સ્વપ્રમાં પણ સુખ પામી શકતા નથી. મૂઢ પુરૂષો જડ વસ્તુઓમાં સુખત્વે કલ્પીને સર્વ દોષનું સ્થાન એવા લોભને કરે છે. લોભથી મનુષ્યો ઘોર પાપકર્મ કરતાં પણ અચકાતા નથી. હાય ! મ્હારૂં ધન! ઇત્યાદિ હૃદય ઉદ્ગારોને પ્રસંગે કાઢ્યા કરે છે, લોભી મનુષ્યો ગમે તેટલું પ્રાપ્ત કરે તોપણ તે શાંતિ પામતા નથી. સ્વયંભુરમણુ સમુદ્રનો કોઈ પાર પામી શકે, પણ લોભસાગરનો કોઈ પાર પામી શકતો નથી. જેમ જેમ લોભ કરવામાં આવે છે તેમ તેમ તે વૃદ્ધિ પામ્યા કરે છે પણ ઘટતો નથી. લોભી મનુષ્ય, સર્વ પ્રકારનાં પાપ આચરતાં ડરતો નથી. લોભી જે જે વસ્તુઓ મળે છે તેને સંતોષથી ભોગવી શકતો નથી. અનેક પદાર્થો સંબંધી લૌલ ઉત્પન્ન થાય છે. કોઈને કોઈ જાતનો લોભ હોય છે અને કોઇને કોઈ જાતનો લોભ હોય છે. અનેક ભવથી લોભની વાસના વૃદ્ધિ પામે છે, લોલથી સુખ થતું નથી પણ ઉલટું દુઃખ ઉત્પન્ન થાય છે. મૂઢ મનુષ્યો
For Private And Personal Use Only