________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩ ) અને જેમ જેમ આત્મતત્ત્વનું ચિંતવન કરવામાં આવે છે, તેમ તેમ આત્મતત્ત્વનો ભાસ થતો જાય છે. આમતત્ત્વ સંબંધી પૂર્ણ લક્ષ્ય રાખ્યાવિના તેને અનુભવ પ્રાપ્ત થતું નથી. ભલે હજારો વસ્તુઓનું વિજ્ઞાન સંપાદન કરી સાયન્સ વિદ્યાના પ્રોફેસરો ગણાઓ, પણ પોતાના આત્માને અવધ્યાત્રિના સહજાનન્દની પ્રાપ્તિ થતી નથી. આ માને નહીં જાણનારા પોતે પોતાના શરૂ ત્ર બને છે અને આત્માને જાણનાર પોતે પોતાના મિત્રો બને છે. આત્માને નહિ દેખનાર મનુષ્ય હજારો વસ્તુઓને દેખે છે, તોપણ તે સહજ આનદ મેળવી શકતો નથી અને આત્માને દેખનાર, હજારો વસ્તુઓને નહિ દેખતાં પણ સહજ આનન્દ ભોગવે છે. જે જે વસ્તુઓ દેખાય છે, તેમજ જે જે વસ્તુઓ જાણી શકાય છે, તે સર્વ આત્મતત્ત્વને જ મહિમા છે. દેખવા અને જાણ વામાં આત્માનો જ મહિમા છે; આત્માવિના કોઈ દ્રવ્ય અન્ય પદાર્થોને દેખી અગર જાણી શકતું નથી, દેખવું અને જાણવું એજ આમાનું લક્ષણ છે; જે જે દેખે છે, જે જે જાણે છે, તે સર્વ આત્માઓ છે. જેટલા ચમકારો ભૂતકાળમાં થયા અને જેટલા ચમત્કારો ભવિષ્યકાળમાં થશે તે સર્વમાં આ માનો જ મહિમા જાણવો; આમાઓજ પરમાત્માઓ થાય છે, આત્માઓજ પરમાત્માઓનું ધ્યાન તથા ભક્તિ કરે છે, આત્માઓજ પૂજક છે અને આ તમાઓજ પૂજ્ય બને છે, આમાઓજ સાધુઓ અને સાધ્વીઓ તરીકે બની પોતેજ જંગમ તીર્થનાં દર્શન કરાવે છે, આત્માઓજ શ્રાવકો અને શ્રાવિકાઓ તરીકે બને છે, જ્યાં ત્યાં આત્માઓજ બોલી રહ્યા છે, જ્યાં ત્યાં આત્માઓજ અનેક જાતની પ્રવૃત્તિ કરી રહ્યા છે, જ્યાં ત્યાં આત્મા જ અનેક પ્રકારનાં નામોને તથા દેહોને ધારણ કરી રહ્યા છે, જ્યાં ત્યાં આતમાઓજ પ્યારા લાગે છે, પણ ધ્યાનહીન પુરૂષ આત્માને દેખી શકતા નથી;
જ્યારે જ્ઞાન અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે ત્યારેજ આત્માને દેખી શકાય છે. અજ્ઞાનિયો આત્માને દેખી શકતા નથી, તેમજ તેઓ આમતત્ત્વની જિજ્ઞાસા પણ મેહના જેરે કરતા નથી. ઉત્તમ પુરૂષ આત્માનું ચિંતવન કરે છે ઇત્યાદિ ભેદાને પ્રાં
ગત: ગ્લાકકાર જણાવે છે.
શો, ज्ञानिनामात्मचिन्तास्या-दज्ञानिनां कुतो भवेत् । मध्यमानां वपुश्चिन्ता, भोगचिन्ता तु मोहिनाम् ।। ९६ ॥
શબ્દાર્થ-જ્ઞાનિયોનેજ આત્મતત્ત્વ સંબંધી વિચાર થાય છે; અજ્ઞાનિયોને ક્યાંથી હોઈ શકે ? અથતુ ન હોઈ શકે. મધ્યમ પુરૂને શરીરની ચિન્તા આદિ રહે છે અને મોહી અર્થાત મૂઢોને ભેગની ચિન્તા રહે છે,
For Private And Personal Use Only